Connect Gujarat
ગુજરાત

સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની 121 મી બેઠક માનનીય નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ પદે યોજવામાં આવી

સોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી ભવિષ્યએ સોમનાથ તિર્થ એક આદર્શ તિર્થ બને તે માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા

સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની 121 મી બેઠક માનનીય નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ પદે યોજવામાં આવી
X

સોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી ભવિષ્યએ સોમનાથ તિર્થ એક આદર્શ તિર્થ બને તે માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા.

કોરોના સમયમાં તેમજ તાઉતે વાવાઝોડા દરમ્યાન સોમનાથ ટ્રસ્ટ એ કરેલી વિવિધ સામાજીક સેવાઓની નોંધ લેવામાં આવી. સોમનાથ તિર્થમાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપુર્ણ આયોજન કરવા માટે જાણીતા આર્કિટેક બિમલભાઇ પટેલ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પાર્વતી માતા મંદિર, સફારી સર્કલ થી રામ મંદિરનો રસ્તો, ત્રિવેણી ઘાટનો વિકાસ, પીલગ્રીમ પ્લાઝા વિગેરે કામોની પ્રગતીની સમીક્ષા કરવામાં આવી.

તિર્થ પુરોહિતોના ચોપડાનું ડિઝીટાઇઝેશન અને યાત્રાળુઓ માટે વધારે સારી આવાસ અને ભોજનની વ્યવસ્થા વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું. સોમનાથ મંદિરના શિખરને સુવર્ણ મંડિત કરી સોમનાથની ભુતકાળની જાહોજલાલી પૂનઃ જીવીત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું.

આ બેઠકમાં ભારત સરકારના માનનિય ગૃહમંત્રી અમીતભાઇ શાહ, માનનિય પ્રો.જે ડી પરમાર, માનનિય હર્ષવર્ધન નિઓટીયા અને માનનિય પ્રવિણભાઇ લહેરી એ રૂબરૂ હાજરી આપી અને પૂર્વ નાયબ વડાપ્રધાન માનનિય લાલકૃષ્ણ અડવાણીજીએ ઓનલાઇન હાજરી આપી હતી.

Next Story