Connect Gujarat
ગુજરાત

22થી 31 જાન્યુ સુધી અંબાજી મંદિર બંધ રહેશે, કોરોનાના વધતાં કેસોને લઈ લેવાયો નિર્ણય

કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ત્રીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. જેમાં ગુજરાતમાં પણ પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

22થી 31 જાન્યુ સુધી અંબાજી મંદિર બંધ રહેશે, કોરોનાના વધતાં કેસોને લઈ લેવાયો નિર્ણય
X

કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ત્રીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. જેમાં ગુજરાતમાં પણ પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસ એક હજારની નજીક પહોંચ્યા છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કોરોના સંક્રમણને લઈને 22 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે અંબાજી મંદિર, ગબ્બર શક્તિપીઠ સહિત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 22 જાન્યુઆરીથી સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર-સાંજ આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠાના સર્વે લોકોને ઘરે બેઠા જીવંત પ્રસારણનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. અંબાજી મંદિર, ગબ્બર શક્તિપીઠ સહિત 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો તેમજ દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પેટા મંદિરો 22 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Next Story