Connect Gujarat
ગુજરાત

એશિયાટિક લાયન બે બચ્ચાને જન્મ આપ્યો, સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે 375 જમીનની અંદર ત્યારે અહીંયા થી એક સારા સમાચાર આવ્યા છે

એશિયાટિક લાયન બે બચ્ચાને જન્મ આપ્યો, સમગ્ર વિસ્તારમાં  ખુશીની લહેર વ્યાપી
X

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે 375 જમીનની અંદર ત્યારે અહીંયા થી એક સારા સમાચાર આવ્યા છે કે જે છે તેનું એક જોડી લાવવામાં આવ્યું હતું જેને એક નહિ પણ બે બચ્ચાને જન્મ આપ્યો છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્ક 375 જમીનમાં બનાવવામાં આવ્યું છે ત્યારે આ જંગલ સફારી પાર્ક માંથી એક ખુશીના સમાચાર આવ્યા છે કે જંગલ સફારી પાર્કમાં જે સિંહ સિંહણ લાવવામાં આવ્યા હતા જેને એક નહીં પરંતુ બે બચ્ચાને જન્મ આપ્યો છે આ બચ્ચા એકદમ સ્વસ્થ હાલતમાં છે ત્યારે આ બાબતે જંગલ સફારી પાર્ક થી માંડીને સરદાર સરોવર નર્મદા નિગમએમ ડી ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા સહિત તમામ લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે

અને ડો રાજીવ કુમાર ગુપ્તા એ આ બાબતે ટ્વિટર ખુશી વ્યક્ત કરી હતી કારણ કે જંગલ સફારી પાર્કમાં આ અગાઉ જે વિદેશી પ્રાણીઓ છે અલ્પાકા તેને પણ બચ્ચાને જન્મ આપ્યો હતો.આ ઉપરાંત અનેક અનેક પશુ-પક્ષીઓ બચ્ચાને જન્મ આપી રહ્યા છે ત્યારે ધીરે ધીરે જંગલ સફારી પાર્ક પ્રાણીઓના સંવનનની સાથે પ્રજનન માટેનું પણ સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે ત્યારે ભારતની ઓળખ એશિયાટિક માદા લાયન જન્મ આપતા એક ખુશીની લહેર સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે અને બંને બચ્ચા નું સ્વાસ્થ્ય ખૂબ સારું છે એવું વન વિભાગના અધિકારીઓનું કહેવું છે. હાલ બન્ને બચ્ચા અઠવાડિયાના થયા છે અને એમ સ્વસ્થ છે.

Next Story