Connect Gujarat
ગુજરાત

આજે અને કાલે બે દિવસ બેંક બંધ રહેશે,બેન્ક કર્મચારીઓ હડતાલ પર

દેશભરમાં જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોમાં કામ કરતા કર્મચારીઓ આજે ગુરુવાર અને આવતીકાલે શુક્રવારે બે દિવસીય દેશવ્યાપી હડતાળ પર રહેશે

આજે અને કાલે બે દિવસ બેંક બંધ રહેશે,બેન્ક કર્મચારીઓ હડતાલ પર
X

દેશભરમાં જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોમાં કામ કરતા કર્મચારીઓ આજે ગુરુવાર અને આવતીકાલે શુક્રવારે બે દિવસીય દેશવ્યાપી હડતાળ પર રહેશે. જો આજે તમે પણ કોઈ મહત્વપૂર્ણ કામના સંબંધમાં બેંક જવાના છો તો બની શકે છે કે આ બે દિવસમાં તમારું કામ નહિ થાય. બેંક સંબંધિત તમારું કોઈપણ મહત્વપૂર્ણ કામ હવે 18 ડિસેમ્બર શનિવારના રોજ જ થઈ શકશે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ના નેજા હેઠળના બેંક યુનિયનોએ 2021-22ના બજેટમાં જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની દરખાસ્ત સામે 16 અને 17 ડિસેમ્બરે હડતાળનું આહ્વાન કર્યું છે. બજેટમાં સરકારે જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે દિવસ સુધી ચાલનારી આ હડતાળમાં 4 હજારથી વધુ શાખાઓના લગભગ 9 લાખ કર્મચારીઓ કામ કરશે નહીં. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામેની આ હડતાલ અંગે UFBUના એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર વર્તમાન શિયાળુ સત્રમાં આવો કાયદો લઈને આવી રહી છે જેનાથી કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકનું ખાનગીકરણ સરળતાથી થઈ શકશે. અધિકારીએ કહ્યું કે બેંકોના ખાનગીકરણને કારણે બેંક કર્મચારીઓને સૌથી વધુ નુકસાન થશે. આ જ કારણ છે કે સરકારના આ નિર્ણયના વિરોધમાં બેંક યુનિયનો ગુરુવાર અને શુક્રવારે હડતાળ પર રહેશે.મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (MGBEA)ના જણાવ્યા અનુસાર, લગભગ 70,000 બેંક કર્મચારીઓ અને ઓફિસો હડતાળ પર જતા હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જાહેર ધિરાણકર્તાઓની ઓછામાં ઓછી 4,800 શાખાઓ બે દિવસ માટે બંધ રહેશે.

Next Story