Connect Gujarat
ગુજરાત

રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત આ તારીખથી થશે મગફળીની ખરીદી

રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત આ તારીખથી થશે મગફળીની ખરીદી
X

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં મોટા મુદ્દાઓ ચર્ચાયા અને પક્ષ-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ દ્રશ્યો પણ જોવા મળ્યા. જો કે આ બધામાં આજે કૃષિમંત્રીએ ગૃહમાં રાજ્ય સરકાર મગફળીની ખરીદીની જાહેરાત કરી હતી. વિધાનસભાના આજના સત્રમાં ગુજરાત સરકારે મગફળીની ખરીદી માટેની તારીખ જાહેર કરી હતી. સરકાર તરફથી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ બાબતે ગૃહમાં જાહેરાત કરી હતી.રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લાભ પાંચમથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાની શરૂ કરશે.તેમણે આ સાથે જણાવ્યું હતું કે સરકારે 2 વર્ષમાં 7 લાખ 3 હજાર 137 મેટ્રિક ટન મગફળી ખરીદી જે ભારત સરકારની નોડલ એજન્સી નાફેડ દ્વારા ખરીદાઈ છે.

2020-21માં પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 275 રૂપિયામાં ખરીદી જ્યારે 2021-22માં પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 550 રૂપિયામાં ખરીદી હોવાની પણ માહિતી કૃષિ મંત્રીએ આપી હતી વિપક્ષ તરફથી કોંગ્રેસના અમિત ચાવડાએ મગફળીનો મુદ્દો આજે ગૃહમાં પ્રથમ દિવસે ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ચાવડાએ કહ્યું હતું કે 2022 હવે નજીક છે ત્યારે ભાજપના વાયદા પ્રમાણે ખેડૂતોની આવક બમણી ક્યારે થશે. મગફળી મુદ્દે ભાજપ સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે મગફળીની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા છે જેમાં 4 હજાર કરોડના કૌભાંડનો અનેક પુરાવા પણ આપી ચૂક્યા છીએ. મગફળી ગોડાઉન સળગાવી દેવાયા અને બારદાન બદલીને કૌભાંડ કરવામાં આવ્યા છે તેનો આરોપ અમિત ચાવડાએ લગાવ્યા હતા

Next Story