Connect Gujarat
ગુજરાત

BJPએ બાળકો માટે ખાસ ચોકલેટ લોન્ચ કરી, કવર પર પી.એમના ફોટા સાથે કમળ પણ જોવા મળ્યું

ભાજપએ ગરીબ અને કુપોષિત બાળકો માટે ખાસ પ્રકારની એનર્જી બૂસ્ટર ચોકલેટ બનાવી છે.

BJPએ બાળકો માટે ખાસ ચોકલેટ લોન્ચ કરી, કવર પર પી.એમના ફોટા સાથે કમળ પણ જોવા મળ્યું
X

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મંગળવારે જણાવ્યું હતું કે ભાજપ એ ગરીબ અને કુપોષિત બાળકો માટે ખાસ પ્રકારની એનર્જી બૂસ્ટર ચોકલેટ બનાવી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આ ચોકલેટ કુપોષિત બાળકો માટે બનાવવામાં આવી છે, જ્યાં મંગળવારે સંસદીય દળની બેઠક પહેલા આ નમૂનાઓ સાંસદોને આપવામાં આવ્યા હતા. જો કે, અહેવાલો અનુસાર, ચોકલેટના રેપરમાં બીજેપી પ્રિન્ટ છે. આ સાથે કમળના ચિન્હ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ લગાવવામાં આવી છે.

વાસ્તવમાં, પાર્ટીએ ભાજપના સાંસદો અને પદાધિકારીઓ માટે એક ખાસ કિટ તૈયાર કરી છે. તેમાં પાર્ટી ટોપી અને પૌષ્ટિક ચોકલેટ છે. આ વિશેષ કીટમાં પોષણ શક્તિ વધારવા અને કુપોષણને દૂર કરવા માટે ચોકલેટ સાથે પક્ષના ચૂંટણી પ્રતીક કમળના ચિહ્નવાળી 5 નવી કેપ્સનો સમૂહ સામેલ છે. તે જ સમયે, ભાજપ સંસદીય દળની બેઠક શરૂ થાય તે પહેલા, ભાજપના તમામ મંત્રીઓ અને સાંસદોને ખાસ કેપ આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ એ જ કેપ છે જે વડાપ્રધાન મોદીએ 4 રાજ્યોની જીત બાદ અમદાવાદમાં રોડ શો દરમિયાન પહેરી હતી. આ સાથે સાંસદોને એનર્જી બૂસ્ટર ચોકલેટ પણ આપવામાં આવી હતી. ત્યારથી ગુજરાત ભાજપ દ્વારા આ કેપ તૈયાર કરવામાં આવી છે. આ કેપ પાર્ટીના નેતાઓને ખૂબ જ પસંદ આવી હતી. ત્યારથી, દિલ્હીમાં બીજેપી સંસદીય દળે આ કેપ્સ અને એનર્જી બૂસ્ટર ચોકલેટનો ઓર્ડર આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 400 નેતાઓને આ કેપ આપવામાં આવી હતી.

Next Story