Connect Gujarat
ગુજરાત

પ્રાંતિજના તાજપુર કુંડી તળાવ પાસેથી વહેલી સવારે યુવતીની લાશ મળી,જાણો સમગ્ર મામલો..?

પ્રાંતિજના તાજપુર ચંદ્રાલા માર્ગ ઉપર આવેલ કુંડી તળાવ પાસેથી વહેલી સવારે દવા પીધેલી હાલતમાં અજાણી યુવતીની લાશ મળતા લોકો ના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પ્રાંતિજના તાજપુર કુંડી તળાવ પાસેથી વહેલી સવારે યુવતીની લાશ મળી,જાણો સમગ્ર મામલો..?
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ચંદ્રાલા માર્ગ ઉપર આવેલ કુંડી તળાવ પાસેથી વહેલી સવારે દવા પીધેલી હાલતમાં અજાણી યુવતીની લાશ મળતા લોકો ના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામ નજીક આવેલ કુંડી તળાવ પાસે વહેલી સવારે દવાપીધેલી હાલતમા અંદાજે ૨૫ વર્ષ ની યુવતીની લાશ મળી હતી જેને લઈ ને આજુબાજુમાં રહેતા લોકો સહાય ગામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાંતિજ પોલીસ ને જાણ કરવામા આવી હતી અને પ્રાંતિજ પોલીસ પણ સમાચાર મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી તો મૃતક યુવતી પાસે દવાની બોટલ તથા પાણીની બોટલ મળી આવી હતી અને મૃતક યુવતી ના હાથ ઉપર લખેલ ટેટુ ના આધારે પરિવાર ની ઓળખ થઈ હતી જેમાં મૃતક યુવતી પ્રાંતિજ તાલુકાના મજરા ગામની આરતી બેન માધાભાઇ ડાભી ઉ.વર્ષ અંદાજે-૨૫ અને અગાઉ મૃતક યુવતીના લગ્ન થયા હતા અને છૂટાછેડા થયેલ અને મજરા ખાતે રહેતા તેના પિતાના ઘરે રહે છે અને આગલા દિવસે સાંજે પાંચ વાગ્યાની આસપાસ તે પોતાના પિતાના ઘરેથી નીકળી ગઈ હોય અને અહીં તળાવ પાસે આવીને ઝેરી દવા પીધી તેવું પ્રાથમિક તપાસ મા જાણ મલ્યુ હતુ તો પ્રાંતિજ પોલીસે મૃતક યુવતી ની લાશ ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપવામા આવી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

Next Story