Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરના લીંબડી ભોગાવા નદીના કુવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

યુવતીનું મોઢું, હાથ, પગ દુપટ્ટા, દોરી, વાયરોથી બાંધીને કુવામાં ફેંકી દીધી લીંબડી ભોગાવા નદીના કુવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગરના લીંબડી ભોગાવા નદીના કુવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
X

યુવતીનું મોઢું, હાથ, પગ દુપટ્ટા, દોરી, વાયરોથી બાંધીને કુવામાં ફેંકી દીધી લીંબડી ભોગાવા નદીના કુવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કુવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો ત્યારે મૃત યુવતીનું મોઢું, હાથ, પગ દુપટ્ટો, દોરી અને વાયરોથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. યુવતીની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

લીંબડી ભોગાવા નદીના પટમાં યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. નદીના કુવામાં તિવ્ર દુર્ગંધ આવતી હતી. યુવાનોએ કુવા પાસે જઈને તપાસ કરી તો પાણીમાં મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. કુવામાં મૃતદેહ મળી આવ્યાની વાત ફેલાતાં લોકોના ટોળે ટોળા નદીના પટમાં ભેગા થઈ ગયા હતા. આ અંગે યુવાનોએ પોલીસને જાણ કરતાં પીએસઆઈ વી.એન.ચૌધરી પોલીસ ટીમ સાથે બનાવના સ્થળે દોડી આવ્યા હતા. યુવતીના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલી આપ્યો હતો. યુવતીએ આત્મહત્યા કરી હશે કે તેની હત્યા થઈ હશે તે તો આવનારો સમય જ બતાવશે. મૃતદેહ જે હાલતમાં મળ્યો તેના ઉપરથી યુવતીની હત્યા થયાની શંકાને અવગણી ન શકાય.

વી.એન.ચૌધરી પીએસઆઈ લીંબડીના જણાવ્યા અનુસાર, મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યો ત્યારે યુવતીનું મોઢું પ્લાસ્ટિકની કોથળી ઉપર સિમેન્ટની થેલી બાંધેલી હતી. હાથ દોરી અને દુપટ્ટાથી બાંધ્યા હતા. પાણીમાં ડૂબાડવા માટે યુવતીના પગ વાયરો બાંધી પગ સાથે 5 કિલો જેટલી કોથળીમાં માટી બાંધેલી હતી. મૃત યુવતીની ઉંમર 25થી 30 વર્ષ વચ્ચેની હોય તેવું અનુમાન છે. યુવતીનો મૃતદેહ જે હાલતમાં મળ્યો છે તેના પરથી યુવતીની હત્યા કરાઈ હોવાની શંકાને અવગણી ન શકાય. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી વધુ જાણકારી મળશે. 3થી 4 દિવસ યુવતીનો મૃતદેહ કુવામાં રહ્યો હશે તેવું પોલીસનું માનવું છે.

Next Story