Connect Gujarat
ગુજરાત

ભાઈ સાથે ઊભા હતા અને પત્તાના મહેલની માફક બ્રિજ થયો ધરાશાયી, બોરી સાથે લટકી જીવ બચાવનાર યુવાનની સાંભળો આપવિતી

મોરબીમાં સર્જાયેલ હોનારતમાં સુરતના એક યુવાને બોરી સાથે ;લટકી જીવ બંચાવ્યો હતો જો કે તેની આંખની સામે જ પિતરાઇ ભાઈ નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

X

મોરબીમાં સર્જાયેલ હોનારતમાં સુરતના એક યુવાને બોરી સાથે ;લટકી જીવ બંચાવ્યો હતો જો કે તેની આંખની સામે જ પિતરાઇ ભાઈ નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

મોરબીમાં મોતના તાંડવ વચ્ચે અનેક એવા ભાગ્યશાળી લોકો છે જેમણે મોતને પણ હાથતાળી આપી છે સુરતના યુવક તૃષાર પોતાના સંબંધીને ત્યાં ફરવા મોરબી આવ્યા હતા અને ગઈકાલે સાંજના તેના ફોઈના દીકરા સાથે ઝુલતો પુલ જોવા ગયા હતા જ્યારે પુલ પરથી પરત ફરતા હતા ત્યારે અચાનક પુલ તૂટી ગયો હતો. તુષાર આ ઘટનાને યાદ કરતાં ધ્રુજી જાય છે.તૃષાર કહે છે કે બ્રિજ પર ઓવર લોડ ક્રાઉડ હતું આખો બ્રિજ બ્લોક હતો તૃષાર લગભગ ૧ કલાક સુધી બોરી સાથે લટકી પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો પણ તેના ફોઈનો દીકરો રવિ પાણીમાં ગરકાવ થઈ ગયો.રાત્રે રવિનો મૃતદેહ મળી આવ્યો.રવિ ઘરમાં એક માત્ર દીકરો હતો અને રવિના પિતાનું પણ કોરોનામાં અવસાન થયું હતું તેથી કમાનાર પણ રવિ એકલો હતો.તૃષાર પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો પણ તેને વસવસો છે કે તેનો ભાઈના બચી શક્યો આવા અનેક પરિવારો છે જે ગઇકાલની ઘટનાને યાદ કરતાં ધ્રુજી ઉઠે છે

Next Story