Connect Gujarat
ગુજરાત

ગૃહિણીઓનું "બજેટ" ખોરવાયું, માત્ર 24 કલાકમાં જ ખાદ્યતેલના ભાવમાં રૂ. 70/-નો વધારો...

માત્ર 2 દિવસમાં સિંગતતેલ અને કપાસિયા તેલના ભાવ 2500ને પાર કરી દેતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, માત્ર 24 કલાકમાં જ ખાદ્યતેલના ભાવમાં રૂ. 70/-નો વધારો...
X

માત્ર 2 દિવસમાં સિંગતતેલ અને કપાસિયા તેલના ભાવ 2500ને પાર કરી દેતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રાજ્યમાં હજીતો બે દિવસ પહેલા સિંગતેલ અને કપાસિયા તેલના ઉપર 40 થી 50 રૂપિયાનો વાધારો થયો હતો, ત્યાં ફરી પાછો વધારો થયો છે.

મહત્વનું છે કે, સટ્ટાખોરી, નફાખોરી અને રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2500ને પાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે સિંગતેલના એક ડબ્બાનો ભાવ રૂ.2450 હતો. જેમાં આજે એક જ ઝાટકે રૂ. 70નો વધારો થયો છે. એટલે કે, ડબ્બાનો ભાવ રૂ.2520 થઈ ગયો છે. તો કપાસિયા તેલનો ભાવ રૂ.2440 હતો જે આજે રૂ.2550 થઈ ગયો છે આમ સિંગતેલ કરતાં કપાસિયા તેલનો ભાવ વધુ વધ્યો છે. સિંગતેલના ભાવો વધતા મોટા ભાગના લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતાં. પણ હવે કપાસિયા તેલના ભાવ પણ ભડકે બળવા લાગ્યા છે. આવા સંજોગોમાં બંને ખાદ્ય તેલોનો ઉપયોગ સામાન્ય લોકો માટે હુંકારા બોલાવી દે તેમ છે. સિંગતેલ અને કપાસિયા તેલની સાથે સાથે મકાઈ, પામતેલના ભાવોમાં પણ વધારો નોધાયો છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ બારમાસી સિઝન શરૂ થઈ ગઈ છે. અને મસાલા, ઘઉંના ભાવો પણ વધી રહ્યાં છે. તેમાં ખાદ્યતેલના ભાવવધારો શરૂ થતાં લોકોના બજેટ પર અસર થઈ રહી છે.

Next Story