Connect Gujarat
ગુજરાત

આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, ભૂપેન્દ્ર સરકારના પહેલા બજેટ સત્રનો પ્રારંભ..

આજથી વિધાનસભા માં બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. જેમાં ભુપેન્દ્ર પટેલ સરકાર પોતાનું પહેલું બજેટ રજુ કરશે.

આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, ભૂપેન્દ્ર સરકારના પહેલા બજેટ સત્રનો પ્રારંભ..
X

આજથી વિધાનસભા માં બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. જેમાં ભુપેન્દ્ર પટેલ સરકાર પોતાનું પહેલું બજેટ રજુ કરશે. સત્રના બીજા દિવસે એટલે કે 3 માર્ચના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે અને ત્યારે બાદ વિધાનસભામાં સત્ર દરમિયાન બજેટ પર 4 દિવસ ચર્ચા થશે.

વર્તમાન ભુપેન્દ્ર પટેલ સરકાર માટે બજેટસત્ર એક કસોટી સમાન રહેશે. કેમ કે આ તેમનું બહેલું બજેટ છે અને આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂટણી યોજાવાની હોવાથી આ બજેટની મતદારો પર પોઝિટિવ અસર થાય તેવો પ્રયાસ કરવો પડશે. આ ઉપરાંત ચૂંટણી નજીક હોવાથી વિપક્ષ પણ આક્રમક મુડમાં છે. કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને આક્રમક રજૂઆતો કરશે તેથી સરકારને તેમના જવાબ રજૂ કરવા પડશે, આ વખતે લગભગ તમામ મંત્રીઓ નવા અને બિનઅનુભવી છે તેથી કોંગ્રેસ માટે સરકારને ઘેરવાનું સહેલું રહેશે. આ અગાઉ બે દિવસ નું સત્ર યોજાયુ હતું ત્યારે વિપક્ષ સામે સરકારની મંત્રીઓ બેકફૂટ પર આવી ગયા હતા વિધાનસભાનું સત્ર રાજયપાલના સંબોધન સાથે શરૂ થશે, જ્યારે રાજ્યનું બજેટ ૩ માર્ચે રજૂ કરવામાં આવશે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ નિયુક્ત કરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનું આ પ્રથમ બજેટ હશે અને સામે વિપક્ષ નેતા સુખરામ રાઠવા નું પણ પ્રથમ બજેટ સત્ર રહેશે તેથી સરકાર અને વિપક્ષ બંને માટે આ બજેટ સત્ર નવું રહેશે.ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ૩ માર્ચે પ્રથમ બજેટ રજૂ કરશે. વર્તમાન સત્રમાં 8 શનિવાર–રવિવારની રજા સિવાય, સત્ર 18 માર્ચે હોળીની રજા સહિત 9 દિવસે બાદ કરતા બાકીના 22 દિવસો માટે મળશે. વર્તમાન સરકાર તેના પ્રથમ બજેટ માં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય, સશક્તિકરણ અને કૃષિની ગ્રાન્ટમાં વધારો કરી શકે છે. એકંદરે જોવામાં આવે તો આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર લોકો માટે કલ્યાણકારી યોજનાઓ થી ભરપૂર બજેટ લાવે તેવું લાગી રહ્યું છે. સરકારી યોજનાના લાભાર્થીઓ માટે આવક મર્યાદા વધારવામાં આવે તેવી પણ સંભાવના છે.

Next Story