Connect Gujarat
ગુજરાત

મુખ્યમંત્રીએ ગાંધીનગર મનપાના આંતરમાળખાકીય વિકાસના કામોને અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રીએ ગાંધીનગર મનપાના આંતરમાળખાકીય વિકાસના કામોને અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી
X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ પેથાપુર, વાવોલ, ઝુંડાલ અને કોબા ખાતે કોમ્યુનિટી હોલના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત વોર્ડ ૧૦ કે ૧૧ માં ફાયર સ્ટેશન અને જુદા જુદા-સેક્ટર ફરતે કમ્પાઉન્ડ વોલના કામને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રીની કુલ રુપિયા 37 કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરીના પગલે કોબા અને ઝુંડાલમાં નવા અર્બન હેલ્થ સેન્ટર પણ આકાર પામશે, તેમ જ વોર્ડ, નં- ૨, ૧૧ અને સેક્ટર -૩૦ તથા બોરીજમાં બગીચા બનાવાશે.


ગાંધીનગરની વણથંભી વિકાસયાત્રા વધશે આગળ

- મુખ્યમંત્રીએ ગાંધીનગર મનપાના આંતરમાળખાકીય વિકાસ કામોને આપી સૈદ્ધાંતિક મંજૂરી

- 9 આંતર માળખાકીય વિકાસ કામો માટે મુખ્યમંત્રીએ રૂપિયા 37 કરોડ કર્યા મંજૂર

- ભૌતિક આંતરમાળખાકીય વિકાસના પાંચ કામો માટે રૂપિયા 21 કરોડ મંજૂર

- સામાજિક આંતરમાળખાકીય વિકાસના એક કામ માટે રૂપિયા 7 કરોડ મંજૂર

- આગવી ઓળખના 3 કામો માટે રૂપિયા 9 કરોડ મંજૂર

- પેથાપૂર, વાવોલ, ઝૂંડાલ અને કોબા ખાતે કોમ્યુનિટી હોલ, વોર્ડ 10 કે 11માં ફાયર સ્ટેશન કામ મંજૂર

- કોબા અને ઝૂંડાલ ખાતે નવિન અર્બન હેલ્થ સેન્ટરની આપી કામની આપી મંજૂરી

- સેક્ટર 24, 29 અને 2 ના અર્બન હેલ્થ સેન્ટરમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવાના કામની આપી મંજૂરી

- સુઘડ, નભોઇ, વાસણા હડમતિયા, ઝૂંડાલ, ખોરજ, ભાટ, કોટેશ્વર અને અમિયાપૂર તથા કોબામાં સ્મશાન અને કબ્રસ્તાનના નવિનીકરણની કામગીરી મંજૂર

- વોર્ડ નં.11 અને 2 , સેક્ટર- 30 અને બોરીજ ખાતે ગાર્ડન ડેવલપમેન્ટના કામોને આપી મંજૂરી

Next Story