Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રના જાણીતા સંત મહામંડલેશ્વર હરિચરણદાસજી દેવલોક પામ્યા

ગોંડલના રામજી મંદિરના ગાદીપતિ સંત હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. આ સમાચારની સાથે તમામ ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સૌરાષ્ટ્રના જાણીતા સંત મહામંડલેશ્વર હરિચરણદાસજી દેવલોક પામ્યા
X

ગોંડલના રામજી મંદિરના ગાદીપતિ સંત હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. આ સમાચારની સાથે તમામ ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શને આવી પહોંચ્યા છે. આજે 8 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ ગોરા આશ્રમમાં લઇ જવામાં આવશે. ગોરા આશ્રમમાં આવતીકાલે સવારે અંતિમ વિધિ કરવામાં આવશે.

હરિચરણદાસજી મહારાજની ગોંડલ રામજી મંદિર ખાતે સારવાર ચાલી રહી હતી. રામજી મંદિરના ડોક્ટરો ખડેપગે રહીને તેઓની સારવાર કરી રહ્યા હતા. બાપુની તબિયત નાદુરસ્તના સમાચાર મળતાની સાથે જ દેશ વિદેશમાં તેઓના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. તેમના દીર્ઘાયું માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી.થોડા દિવસથી મહામંડલેશ્વર હરિચરણદાસજી બાપુની તબિયત થોડી ગંભીર હતી. મળતી માહિતી પ્રમાણે, તેઓની સારવાર ડો.ચિરાગ માત્રાવડિયા, ડો.ભટ્ટ અને ડો.શાહ સારવાર કરી રહ્યા હતા. હરિચરણદાસજી મહારાજને શ્વાસ લેવામાં અને યુરીનમાં તકલીફ હતી.

જે અંગેની સારવાર ચાલી રહી હતી. બાપુની છેલ્લા એક મહિનાથી તબિયત નાદુરસ્ત હતી. થોડા દિવસ પહેલા જ તેઓ નર્મદા કાંઠે આવેલા ગોરા ખાતેના આશ્રમથી ગોંડલ આવ્યા હતા.ઘણો લાંબો સમય જાનકી કુંડ તથા ચિત્રકૂટમાં વિતાવ્યા બાદ 1954માં ગુરુદેવ ગોંડલ આવ્યા અને પૂજ્ય રણછોડદાસજી બાપુના આદેશથી રામ મંદિરની ગાદી સંભાળી. ત્યારબાદ ગોંડલની ધરા પર સેવાનો અવિરત યજ્ઞ શરૂ થયો, ત્યારથી લઇ આજ સુધી તેમના સેવાયજ્ઞની ફોરમ ગોંડલ જ નહીં પરંતુ ગુજરાતના સીમાડા વટાવી ચૂકી છે. ગોરા ખાતે આદિવાસી બાળકો માટે શાળા, હરીધામ આશ્રમ ઋષિકેશ ખાતે અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય શિબિરો ચાલે છે. શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાપુએ સેવા પ્રસરાવી છે.

Next Story