હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

New Update
Meteorological Department

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતાં મૂશળધાર વરસાદ વરસશે. 

આજે બનાસકાંઠા,  સુરત,  તાપી અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.  અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.  આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, તાપી, નર્મદા, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગના મતે, રથયાત્રાના દિવસે અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે.

 

Latest Stories