Connect Gujarat
ગુજરાત

કડકડતી ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી; આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો બે ડિગ્રી સુધી ગગડશે

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે.

કડકડતી ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી; આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો બે ડિગ્રી સુધી ગગડશે
X

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો બે ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 5.4 ડિગ્રી સાથે નલિયા ઠંડીથી ઠુંઠવાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

ગુજરાતનાં શહેરોની વાત કરીએ તો 5.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. સૌરાષ્ટ્રના લગભગ શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો છે. કેશોદમાં ઠંડીનો પારો 8.8 ડિગ્રી પર પહોંચ્યો છે. અમરેલીમાં ઠંડીનો પારો નવ ડિગ્રી પર પહોંચ્યો છે. રાજકોટમાં ઠંડીનો પારો 9.2 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ભૂજમાં ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો છે. સુરેંદ્રનગરમાં ઠંડીનો પારો 10.5 ડિગ્રી પર પહોંચ્યો છે. સંઘપ્રદેશ દિવમાં ઠંડીનો પારો 10.7 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ડીસામાં તાપમાન 10.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે.

જોકે આ તરફ પોરબંદરમાં ઠંડીનો પારો 11 ડિગ્રી, ભાવનગર અને કંડલા એયરપોર્ટ પર ઠંડીનો પારો 11.3 ડિગ્રી પર પહોંચ્યો છે. મહુવામાં ઠંડીનો પારો 11.8 ડિગ્રી, તો અમદાવાદ અને કંડલા પોર્ટ પર ઠંડીનો પારો 11.7 ડિગ્રી પર પહોંચ્યો છે. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 11.9 ડિગ્રી પર પહોંચ્યો છે.. તો વેરાવળમાં ઠંડીનો પારો 13.8 ડિગ્રી, સુરતમાં ઠંડીનો પારો 14.2 ડિગ્રી, દ્વારકામાં ઠંડીનો પારો 15.3 ડિગ્રી, વડોદરામાં ઠંડીનો પારો 16 ડિગ્રી પર પહોંચ્યો છે. દમણમાં ઠંડીનો પારો 16.4 ડિગ્રી અને ઓખામાં ઠંડીનો પારો 19 ડિગ્રી પર પહોંચી ગયો છે.

Next Story