Connect Gujarat
ગુજરાત

નવા કોરોના વેરિયન્ટે વધારી ચિંતા; પીએમ મોદીએ તાબડતોડ બોલાવી બેઠક

કોરોનાના નવા વેરિયન્ટ સમગ્ર દુનિયામાં ચિંતા વધારી છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ તાબડતોબ એક બેઠક બોલાવી છે.

નવા કોરોના વેરિયન્ટે વધારી ચિંતા; પીએમ મોદીએ તાબડતોડ બોલાવી બેઠક
X

કોરોનાના નવા વેરિયન્ટ સમગ્ર દુનિયામાં ચિંતા વધારી છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ તાબડતોબ એક બેઠક બોલાવી છે. જાણકારી પ્રમાણે ઝડપથી ફેલાતા કોરોનાના નવા વેરિયન્ટની સમગ્ર દુનિયામાં ટેન્શન વધ્યું છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી ખુદ એક્શનમાં આવ્યા છે અને અધિકારીઓની એક બેઠક બોલાવી છે.

PM મોદીની અધ્યક્ષતામાં આ ઉચ્ચ સ્તરીય બેઠક આજે સવારે યોજી. જેમાં દેશના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેધો. નોંધનીય છે કે, દેશમાં એકતરફ શાળા-કોલેજોમાં કોરોના ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે, તેલંગણા, રાજસ્થાન, કર્ણાટક અને ઓડિશા સહિત અન્ય રાજ્યોમાં ટૅન્શન ફરી વધ્યું છે ત્યારે આ મુદ્દે PM મોદી ઉચ્ચાધિકારીઓ સાથે મંથન કરી શકે છે. WHOએ નવા વેરિએન્ટને બહું ઝડપથી ફેલાનારો ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે. ત્યારે WHOની એર સલાહકાર સમિતીએ દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર સામે આવેલા કોરોનાના નવા વેરિએન્ટ બહું ઝડપથી ફેલાનારો ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે અને ગ્રીક વર્ણમાલા હેઠળ આને 'ઓમીક્રોન' નામ આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સી તરફથી અને શુક્રવારે કરવામાં આવેલ આ જાહેરાત પાછલા થોડાક મહિનામાં વાયરસના નવા પ્રકારની કેટેગરી માં પહેલી વાર કરવામાં આવી છે. આ કેટેગરીમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ પણ રાખવામાં આવ્યો હતો. જેનો પ્રસાર દુનિયાભરમાં થયો હતો અને ભારતમાં બીજી લહેર માટે જે જવાબદાર હતો.

Next Story