Connect Gujarat
ગુજરાત

ચૂંટણી પહેલાંનું રાજ્યનું અંતિમ બજેટ આવતીકાલે રજુ થશે

રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઈ આવતી કાલે એટેલે ગુરૂવારે વિધાનસભામાં પોતાનું પ્રથમ અને ચૂંટણી પહેલાનું અંતિમ બજેટ રજૂ કરશે માનવામાં આવે છે

ચૂંટણી પહેલાંનું રાજ્યનું અંતિમ બજેટ આવતીકાલે રજુ થશે
X

રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઈ આવતી કાલે એટેલે ગુરૂવારે વિધાનસભામાં પોતાનું પ્રથમ અને ચૂંટણી પહેલાનું અંતિમ બજેટ રજૂ કરશે માનવામાં આવે છે કે આવનારું બજેટ નાગરિકોને રાહત આપનારું છે. આ બજેટમાં મહિલાઓ, માછીમારો, ખેડૂતો, નોકરિયાત વર્ગો , યુવાનો માટે ખૂબ સારું રહેશે.

આ સાથે આ બજેટમાં નવી યોજના અને ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત યોજના જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધન સાથે આજથી શરૂ થઈ છે. જે અગામી 31મી માર્ચ સુધી ચાલશે. જેમાં આવતી કાલે વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ થશે. આ બજેટસત્રમાં કૃષિ અને મહેસૂલ વિભાગના સુધારા વિધેયક પણ પસાર કરાશે ઉલ્લેખનીય છે કે, આ બજેટ સત્ર માટે સરકાર અને વિપક્ષ બંનેએ તૈયારીઓ કરી લીધી છે. આ બજેટ સત્ર હંગામી રહે તેવા પૂરેપૂરા એંધાણ છે. બેરોજગારી, ખેડૂતો, અને શિક્ષણ, અને ભરતી કૌભાંડ, મોંધવારી મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાનો પ્લાન બનાવી ચૂક્યું છે. સામે પક્ષે સરકારે પણ તમામ પ્રશ્નોના વળતાં જવાબ માટે રણનીતિ નક્કી કરી લીધી છે.

Next Story