Connect Gujarat
ગુજરાત

ભાજપમાં જોડાવાનો ટ્રેન્ડ, રાજ્ય બ્રહ્મ સમાજના અગ્રણીઓ જોડાયા ભાજપમાં

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ જોડતોડ ની રાજનીતિમાં સક્રિય થઇ છે અને ખાસ કરીને ભાજપમાં જોડાવવા ટ્રેન્ડ ચરમસીમાએ છે ત્યા

ભાજપમાં જોડાવાનો ટ્રેન્ડ, રાજ્ય બ્રહ્મ સમાજના અગ્રણીઓ જોડાયા ભાજપમાં
X

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ જોડતોડ ની રાજનીતિમાં સક્રિય થઇ છે અને ખાસ કરીને ભાજપમાં જોડાવવા ટ્રેન્ડ ચરમસીમાએ છે ત્યારે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નેતૃત્વમાં બ્રહ્મ સમાજના તથા AHP( આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો આજે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિતિમાં ખેસ પહેરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા . જેમાં બ્રહ્મ સમાજના અમદાવાદ શહેરના પશ્ચિમ પ્રમુખ અને AHP ના શહેર મહામંત્રી અનિલભાઇ દવે, બ્રહ્મ સમાજ ના પુર્વ યુવા પ્રમુખ બ્રિજેનભાઇ ત્રિવેદી,બ્રહ્મ સમાજ પશ્ચિમના હેમાબેન રાવલ સહિતના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વિકાસમાં કેન્દ્રમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અથાર્ત પરિશ્રમ કરીને દેશના અને રાજ્યનો વિકાસ કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ભાજપના દરેક કાર્યકરોને નવી ઊર્જા આપીને કાર્યકર્તાઓને પ્રેરણા આપે છે જેથી રાજ્યમાં સામાજિક કામ કરતા ભાઇ-બહેનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા નું મન થાય અને દેશના વિકાસમાં અને દેશનું ગૌરવ વધે તેવા કામ કરવાની ઇચ્છા થાય છે.

બ્રહ્મ સમાજ ના સામાજીક કામ કરતા આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે દેશ માટે કામ કરતી એક માત્ર પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે. વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે અને વિશ્વભરમાં લોકતાંત્રિક ઠબે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. આજે જે કાર્યકરો ભાજપમાં જોડાયા છે તેમના કામના અનુભવ નો યોગ્ય ઉપયોગ થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો.

Next Story