Connect Gujarat
ગુજરાત

આજે બજેટ સત્રનો ત્રીજો દિવસ, વાંચો આ 2 મહત્વના સુધારા વિધેયક રજૂ થશે..!

ગુજરાત વિધાનસભામાં ગુરુવારે ભાજપની નવી સરકારના નાણામંત્રી કનુ દેસાઇએ પહેલીવાર બજેટ રજૂ કર્યું હતું

આજે બજેટ સત્રનો ત્રીજો દિવસ, વાંચો આ 2 મહત્વના સુધારા વિધેયક રજૂ થશે..!
X

ગુજરાત વિધાનસભામાં ગુરુવારે ભાજપની નવી સરકારના નાણામંત્રી કનુ દેસાઇએ પહેલીવાર બજેટ રજૂ કર્યું હતું, ત્યારે આજે જમીન પચાવી પડાવવા પર પ્રતિબંધ તથા ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર કરાશે.

આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં જમીન પચાવી પડાવવા પર પ્રતિબંધ સુધારા વિધેયક અને ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સીટી સુધારા વિધેયક એમ 2 સુધારા વિધેયકને રાજેન્દ્ર ત્રિવેદી અને રાઘવજી પટેલ રજૂ કરશે. તો બીજી તરફ સરકાર ઓનલાઈન ગેમ્બલિંગ અને ડ્રોન પોલિસી અંગેના વિધેયક પણ પસાર કરી શકે છે. બીજી બાજુ રખડતાં ઢોર અંગેનો કાયદાનો ડ્રાફ્ટ તૈયાર હોવાથી તે પણ વિધાનસભા ગૃહમાં પારિત કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના ગૃહના બજેટ સત્રના પ્રથમ દિવસે જ રાજ્યપાલે સંબોધન કર્યું હતું. પણ રાજ્યપાલે સંબોધન હાથ ધરતા કોંગ્રેસે 'ગૃહ મંત્રી રાજીનામું આપે' તેવા સૂત્રોચ્ચાર કરતા રાજ્યપાલે 5 મિનિટમાં તેમનું સંબોધન ટૂંકાવી નાખ્યું હતું. રાજ્યપાલ જતા રહ્યા પછી કોંગ્રેસના ધારાસભ્યો કથિત IPS ખંડણીકાંડ બહાર લાવનાર ભાજપના MLA ગોવિંદ પટેલના સન્માનમાં ઊભા થઈ ગયા હતા, અને કોંગ્રેસના MLAઓએ તેમને અભિનંદન આપ્યા હતા.

Next Story