Connect Gujarat
ગુજરાત

અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ બાદ આપ ભાજપ વચ્ચે ટ્વિટર વોર શાબ્દિક પ્રહાર,જાણો સમગ્ર મામલો

દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતના આવ્યા હતા ત્યારે ટ્વીટર પર ભાજપ અને AAPના એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ જોવા મળ્યા હતા.

અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ બાદ આપ ભાજપ વચ્ચે ટ્વિટર વોર શાબ્દિક પ્રહાર,જાણો સમગ્ર મામલો
X

ભરૂચમાં આમ આદમી પાર્ટીએ પણ BTP સાથે ગઠબંધન કર્યુ અને ગુજરાતની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરી કહ્યું આપ થી ડરી ગયા એટલે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવે.તો સામે પક્ષે ભાજપને પણ કેજરીવાલને આડે હાથ લીધા છે.હવે બને પક્ષના નેતાઓ વચ્ચે ટ્વિટર વોર થયું છે.


દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતના આવ્યા હતા ત્યારે ટ્વીટર પર ભાજપ અને AAPના એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ જોવા મળ્યા હતા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ દિલ્હીનો વીડિયો શેર કરી દિલ્હી મોડલ નો ભાંડો ફોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમને દિલ્હીમાં લોકોને મળતા ગંદા પાણીનો વીડિયો શેર કરી દિલ્હી મોડલ પર પ્રશ્નાર્થ ચિન્હ મુકી દીધા હતા. આ વીડિયોમાં મહિલાઓ પોતાની વ્યથા ઠાલવતી જોવા મળી હતી. જેમાં દિલ્હીની મહિલાઓ જણાવી રહી હતી કે, વર્ષોથી દિલ્હીના લોકોને અશુદ્ધ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે હજુ પણ યથાવત જ છે. સંઘવીએ ઈશારા-ઈશારામાં મીડિયા અને સોશિયલ મીડિયામાં દિલ્હી મોડેલ નો ખોટો પ્રચાર થતો હોવાનો દાવો કરી નાખ્યો હતો. તેમના આ ટ્વીટ પર પ્રદેશ AAPના નેતાઓએ પણ વળતો પ્રહાર કર્યા હતા.ત્યારે ભાજપ તરફથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વળતો જવાબ આપ્યો છે. અને કેજરીવાલને ખાલિસ્તાની સમર્થન ગણાવતા ટ્વીટ કર્યું છે કે કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, કેજરીવાલ ખાલિસ્તાન ની માંગણી કરવાને અધિકાર માને છે. સાથે આપ પાર્ટી પર પલટવાર કરતાં કહ્યું કે ખાલિસ્તાની સમર્થકોને કેજરીવાલ પોતાની પાર્ટીમાં જવાબદારી આપે છે.ગુજરાતના સ્થાપના દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે હત,.ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેજરીવાલ પર પ્રહાર કરતા તેમને ખાલિસ્તાની સમર્થક ગણાવ્યા હતા.ત્યારે કેજરીવાલે વળતો પ્રહાર કરતા કહ્યું કે પાટીલના બોલવાથી કોઈ ફર્ક નથી પડતો અમે જનતા ચૂંટે છે.ત્યાર બાદ ફરી ભાજપ તરફથી નિવેદન આવ્યું હતુ.કે કેજરીવાલ ડરી ગયા છે અને ભાજપ સામે મુકાબલો કરવાની હિંમત નથી.

Next Story