Connect Gujarat
ગુજરાત

ગુજરાત સરકારના બે મંત્રીઓઓને કોરોના સંક્રમણ બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની પડી ફરજ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.જેનાથી ગુજરાત સરકારના મંત્રી મંડળ પણ બાકાત રહ્યું નથી.

ગુજરાત સરકારના બે મંત્રીઓઓને કોરોના સંક્રમણ બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની પડી ફરજ
X

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.જેનાથી ગુજરાત સરકારના મંત્રી મંડળ પણ બાકાત રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક પખવાડિયામાં ગુજરાત સરકારના કેટલાયમંત્રીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યાં છે. જેની વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ બાદ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ સારવાર અર્થે અમાદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

સાત દિવસ અગાઉ રાજ્યના મહેસૂલ મંત્રીને કોરોના હળવા લક્ષણો દેખાતાં હોમઆઈસોલેટ થયા હતાં. બાદમાં તેઓએ કોરોનાનો રિપોર્ટ કરાવતાં માલુમ પડ્યું કે, તેઓ કોરોના સંક્રમિત છે. જેને લઈને તેઓ તાત્કાલિક પોતાના નિવાસ સ્થાને હોમઆઈસોલેટ થઈ ગયા હતાં. તેમજ તેમને સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે. જો કે, સારવાર દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી તાવ નહીં ઉતરતા યુ.એન.મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.

હોમ આઈશોલેશનની સારવાર દરમિયાન રેમડેસિવીર અને સ્ટેરોઈડ આપવું પડ્યું હતું. આજે સવારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડતાં યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા બાદ હોમ આઈસોલેટ થયા હતાં.ત્યારે આજે તેમની હોમ આઇસોલેશન દરમિયાન ચાલી રહેલી સારવાર દરમિયાન તલબિયત લથડતા અમદાવાદ લવાયા છે. અત્યાર સુધીમાં ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથાર, હર્ષ સંઘવી, આર.સી. મકવાણા, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાં અનિલ જોશીયારા, વિક્રમ માડમ, પ્રતાપ દૂધાતનો સમાવેશ થાય છે.

Next Story