Connect Gujarat
ગુજરાત

ગુજરાત સ્થાપના દિન પૂર્વે શિક્ષણમંત્રીની રાજ્યના શિક્ષકોને અનોખી ભેટ, વાંચો કેવી કરી જાહેરાત..!

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

ગુજરાત સ્થાપના દિન પૂર્વે શિક્ષણમંત્રીની રાજ્યના શિક્ષકોને અનોખી ભેટ, વાંચો કેવી કરી જાહેરાત..!
X

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે સ્પષ્ટ અર્થઘટનના અભાવે પડતર શિષ્યવૃત્તિ/સહાયની દરખાસ્તો બાબતે સકારાત્મક રીતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય તેમજ રાજ્યના 2 લાખથી પણ વધુ શિક્ષક પરિવારને સ્પર્શતો શિક્ષકોની બદલી બાબતનો મહત્વના નિર્ણય અંગે જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)એ ગુજરાત સરકારની તેજસ્વી વિદ્યાર્થીઓના સહાય માટેની રાજ્ય સરકારની અગ્રણી યોજના છે. છેલ્લા કેટલાક સમયથી આ યોજનામાં લગભગ 600 જેટલા વિદ્યાર્થીઓની અરજીઓમાં સહાય નહીં મળવાની સમસ્યાની રજૂઆતો સરકાર સમક્ષ આવતી હતી, તેમના પ્રશ્નોના/કેટલીક વહીવટી સ્થિતિના અર્થઘટનના અભાવે વિદ્યાર્થીઓને આ લાભ મળી શકતો ન હતો. ખૂબ ચર્ચા વિચારણા પછી ગુજરાત સરકારના શિક્ષણમંત્રી દ્વારા આ વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવી શકાય તે માટે ઇનિશિએટીવ લઈ એક તજજ્ઞ સમિતિની રચના તા. ૯-૦૨-૨૦૨૨ના રોજ કરાવી. આ સમિતિએ તમામ જી.આર. અને દરેક અરજીઓનો તલસ્પર્શી અભ્યાસ કરી આ પ્રશ્નોનો ઉકેલ સૂચવ્યો છે.

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ સમિતિના રીપોર્ટને આજ રોજ મંજુરી આપી છે. લાયકાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ/સહાયની દરખાસ્તોને આ લાભ આપવાનું નક્કી કર્યું છે, જેથી આ તમામ વિદ્યાર્થીઓને લગભગ રૂપિયા રૂ. 12.00 કરોડ જેટલી રકમ વિવિધ અભ્યાસક્રમોની ફી સ્વરૂપે મળશે. આમ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અન્વયે સ્પષ્ટ અર્થઘટનના અભાવે પડતર શિષ્યવૃત્તિ/સહાયની દરખાસ્તો બાબતે સકારાત્મક રીતે વિદ્યાર્થીઓના હિતલક્ષી નિર્ણય અંગેની જાહેરાત શિક્ષણમંત્રીએ કરી હતી, તેમજ રાજ્યના 2 લાખ જેટલા શિક્ષકોને બદલી સહિતના સ્પર્શતી બાબત અંગે પણ જાહેરાત કરી હતી. જેમાં કોટ ર્કેસ કે, વહીવટી પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય તો નવા સત્ર શરૂ થતાં પહેલા જ બદલીના કેમ્પોનું આયોજન તેમજ નવા શિક્ષકોની ભરતી અંગે પણ કામગીરી પણ સરકારની વિચારણા હેઠળ છે.

Next Story