Connect Gujarat
ગુજરાત

વડોદરા : છાણી જકાતનાકા વિસ્તારમાં કારનો કાચ તોડી ચાર કીલો સોનું ભરેલી બેગની ઉઠાંતરી

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં 2 કરોડની કિંમતના 4 કિલો સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરીને બે બાઇક સવાર ફરાર થઇ ગયા

વડોદરા : છાણી જકાતનાકા વિસ્તારમાં કારનો કાચ તોડી ચાર કીલો સોનું ભરેલી બેગની ઉઠાંતરી
X

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં 2 કરોડની કિંમતના 4 કિલો સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરીને બે બાઇક સવાર ફરાર થઇ ગયા હતાં. રાજકોટના વી. રસિકલાલ જવેલર્સના કર્મચારીઓ વડોદરાના જવેલર્સને સોનાનો જથ્થો આપવા માટે આવ્યાં હતાં તે દરમિયાન આ ઘટના બની હતી.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર રાજકોટની વી. રસિકલાલ જવેલર્સ કંપનીના કર્મચારીઓ અંદાજીત ચાર કીલો સોનાના દાગીના લઇને કારમાં વડોદરાના જવેલર્સને આપવા માટે આવ્યાં હતાં. વડોદરા ખાતે તેઓ છાણી જકાતનાકા પાસે ચા-નાસ્તો કરવા માટે રોકાયાં હતાં.આ વેળા બાઇક પર આવેલાં બે યુવાનો કારનો કાચ તોડી કારમાં રાખેલી કાળા રંગની બે બેગ ઉઠાવી ફરાર થઇ ગયાં હતાં. બંને બેગમાં 2 કરોડ રૂપિયા ઉપરાંતની કિમંતનું ચાર કીલો જેટલા સોનાના દાગીના હતાં. આ સમગ્ર ઘટના આજે સવારે 11 વાગ્યાની આસપાસ બની બતી. જોકે, પાંચ કલાક બાદ પોલીસને જાણ કરવામાં આવતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. વેપારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

એસીપી પરેશ ભેસાણીયાએ જણાવ્યું હતું કે, વિપુલભાઇ ઢકાણ નામની વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ અને તેમના સહકર્મીઓ છાણી સર્કલ પાસે નાસ્તો કરવા માટે ઉતર્યાં હતા. ત્યારે તેમની કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તોડ્યા બાદ ડેકી ખોલીને દાગીના ભરેલી બેગ ચોરીને અજાણ્યા શખસો ફરાર થઇ ગયા હતા. આ મામલે અમે તપાસ શરૂ કરી છે. ત્રણેય લોકો વડોદરાની પંચશીલ હોટલમાં રોકાયા છે અને વડોદરામાં સોનાના દાગીનાનું માર્કેટિંગનું કામ કરતા હતા અને વડોદરાના કેટલાક જ્વેલર્સના સંપર્કમાં પણ હતાં. હાલ તો પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે...

Next Story