Connect Gujarat
ગુજરાત

વડોદરા : ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તાલુકા કક્ષાએ 8 સ્થળોએ 27 હોલમાં મતગણનાનો પ્રારંભ...

વડોદરા : ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તાલુકા કક્ષાએ 8 સ્થળોએ 27 હોલમાં મતગણનાનો પ્રારંભ...
X

વડોદરા જિલ્લામાં મત ગણતરી માટે વડોદરા, પાદરા, કરજણ, શિનોર, ડભોઈ, વાઘોડિયા, સાવલી અને ડેસર સહિત તાલુકા કક્ષાએ આઠ સ્થળોએ ૨૭ હોલમાં કરવામાં આવશે. મત ગણતરી માટે ૬૬૮ મત ગણતરી સ્ટાફ, ૪૬૪ પોલીસ સ્ટાફ, ૬૫ આરોગ્ય કર્મીઓ સહિત ૧૬૪ સેવકો ફરજ બજાવશે. મત ગણતરી ૧૩૬ ટેબલ રાખવામાં આવ્યા છે. એમ રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યુ છે.

વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૨૭ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન બેલેટ પેપરથી થયું હતું. વડોદરા જિલ્લામાં રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં ૧,૮૩,૨૦૦ પુરુષ અને ૧,૬૭,૩૭૬ સ્ત્રી સહિત કુલ ૩,૫૦,૫૭૬ મતદારોએ મતદાન કર્યું હતું. ગ્રામ પંચાયત ચૂંટણીમાં પુરુષ મતદાન ૮૩.૧૨ ટકા જ્યારે સ્ત્રી મતદાન ૮૧ ટકા સહિત કુલ ૮૨.૦૯ ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે પાદરા અને કરજણ તાલુકાના બે ગામની પેટા ચૂંટણીમાં ૮૦૭ પુરુષ અને ૬૯૭ સ્ત્રી સહિત કુલ ૧૫૦૪ મતદારોએ મતદાન કર્યું હતું.પેટા ચૂંટણીમાં ૮૬.૨૪ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વડોદરા તાલુકામાં ૮૦.૨૧ ટકા, પાદરામાં ૮૭.૦૪ ટકા કરજણમાં ૮૩.૦૩ ટકા, શિનોરમાં ૭૮.૯૬ ટકા, ડભોઇમાં ૮૦.૨૪ ટકા, વાઘોડિયામાં ૮૩.૦૭ ટકા,સાવલીમાં ૮૩.૭૫ ટકા અને ડેસર તાલુકામાં ૮૧.૩૧ ટકા મતદાન નોંધાયું હતું, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તાલુકા કક્ષાએ 8 સ્થળોએ 27 હોલમાં મતગણનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Next Story