Connect Gujarat
ગુજરાત

વડોદરા : જરોદનો તલાટી 70 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

વડોદરા : જરોદનો તલાટી 70 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
X

વાઘોડિયા તાલુકાના જરોદ ગ્રામ પંચાયતના તલાટી સુનિલ પટેલને રૂપિયા 70 હજારની લાચ લેતાં વડોદરા. લાચ રૂશ્વત વિરોધી શાખાએ ઝડપી પાડ્યો હતો. તલાટી સ્ક્રેપના વેપારી પાસે રૂપિયા 1 લાખની લાચ માગી હતી.

એસીબીમાથી મળેલી માહિતી પ્રમાણે સ્ક્રેપના વેપારીની હાલોલ વડોદરા રોડ ઉપર આવેલા ભાવપુરા ગામ પાસે ઓફિસ આવેલી છે. તેઓની જરોદ ખાતે સર્વે નંબર 1816 વાળી 0.35.56 જમીન રૂપિયા 15 લાખમાં બાનાખત કરી ખરીદી હતી. જે જમીન વેચનારના વારસદારોમાથી વારસદારનું અવસાન થયેલ હોઇ, જેનું નામ નમુના નંબર 7/12 માંથી કમી કરી પાકી નોધ પડાવવા માટે વેપારીએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામ માટે જરોદ ગામના તલાટી સુનિલ જેઠાભાઇ પટેલે સ્ક્રેપના વેપારી પાસે રૂપિયા 1 લાખની માંગણી કરી હતી. જોકે, તડજોડના અંતે રૂપિયા 70, 000 નક્કી થયા હતા. આ લાચની રકમ નક્કી થયા બાદ વેપારીએ તલાટી સુનિલ પટેલને રૂપિયા 70 હજાર લેવા માટે પોતાની ભાવપુરા ગામ પાસે આવેલી ઓફિસમાં બોલાવ્યો હતો.

જોકે, સ્ક્રેપનો વેપારી તલાટીને લાચ આપવા માગતો ન હતો. આથી તેણે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદ નોધાવી હતી. જે ફરિયાદના આધારે વડોદરા એસીબીના મદદનીશ નિયામક એસ.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.આઇ. બી.ડી. રાઠવાએ સ્ટાફની મદદ લઈ છટકું ગોઠવી જરોદ ગામના તલાટી સુનિલ પટેલને સ્ક્રેપના વેપારી પાસેથી રૂપિયા 70 હજારની લાચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ બનાવે તાલુકામાં ચકચાર જગાવી મૂકી હતી. એસીબીએ તલાટી સુનિલ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Next Story