Connect Gujarat
ગુજરાત

વડોદરા : મહાકાય વૃક્ષ ધરસાઈ થતા પોલીસ કોન્સ્ટેબલ કાળનો કોળ્યો બન્યા,પોલીસ પરિવારમાં શોકની લાગણી

મોત ક્યારે આવશે તે કોઇ જાણતુ નથી પરંતુ મોત આ રીતે આવશે તેવી કોઇ કલ્પના પણ કરી નહીં હોય, વડોદરામાં સાંજ પડતાની સાથે વાદળ છાયુ વાતારણ બન્યું હતુ

વડોદરા : મહાકાય વૃક્ષ ધરસાઈ થતા પોલીસ કોન્સ્ટેબલ કાળનો કોળ્યો બન્યા,પોલીસ પરિવારમાં શોકની લાગણી
X

મોત ક્યારે આવશે તે કોઇ જાણતુ નથી પરંતુ મોત આ રીતે આવશે તેવી કોઇ કલ્પના પણ કરી નહીં હોય, વડોદરામાં સાંજ પડતાની સાથે વાદળ છાયુ વાતારણ બન્યું હતુ સાથે જ પવન પણ ફુંકાવાનુ શરૂ થયું હતુ. જ્યારે અનેક વિસ્તારોમાં સામાન્ય પણ વરસ્ય હતો. તેવામાં ફરજ પર નિકળેલા પાણીગેટલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઉપર મહાકાય વૃક્ષ ધરાશ્યા થઇ પડતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી સ્થાનિકો દ્વારા તાત્કાલીક તેઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં ફકજ પરના તબીબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અમરસિંહભાઇ આજે મોડી સાંજે પોતાની એક્ટિવા લઇ રાઉન્ડ પર નિકળ્યાં હતા. આ દરમિયાન તેઓ અજબડી મીલ પાસેથી પસાર થઇ રહ્યાં હતા. તેવામાં અચાનક એક મહાકાય વૃક્ષ ધરાશાય થતાં તેઓની ઉપર પડ્યું હતુ. મહાકાય વૃક્ષ પડતા જ તેઓ ઢળી પડ્યાં હતા. તેવામાં સ્થાનિકો તાત્કાલીક સ્થળ ઉપર પહોંચી ગયા હતા.

બનાવની જાણ સાથી પોલીસ કર્મીઓને થતાં તેઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. મહાકાય વૃક્ષ નિચે દબાયેલા પોલીસ કોન્સ્ટેલને હેમખેમ બહાર કાઢી તાત્કાલીક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. પોલીસ કર્મીના મોતના સમાચાર સાથી મિત્રો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળતા તેઓમાં પણ શોકની લાગણી ફેલાઇ હતી

Next Story