Connect Gujarat
ગુજરાત

વડોદરા : ફતેગંજના એક મકાનમાંથી 35 તોલા દાગીના અને 7 લાખ ચોરનાર અર્જુનનો સાગરીત કારમાંથી ઝડપાયો

ફતેગંજની શ્રીરંગ સોસાયટીના મકાનમાંથી રૂ.20 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરવાના બનાવનો ભેદ ઉકેલાયો છે.ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરી કરવા કાર લઇને ગયેલા બે આરોપી પૈકીના એકને ઝડપી પાડયો છે.જ્યારે સૂત્રધાર અર્જુન ફરાર છે.

વડોદરા : ફતેગંજના એક મકાનમાંથી 35 તોલા દાગીના અને 7 લાખ ચોરનાર અર્જુનનો સાગરીત કારમાંથી ઝડપાયો
X

ફતેગંજની શ્રીરંગ સોસાયટીના મકાનમાંથી રૂ.20 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરવાના બનાવનો ભેદ ઉકેલાયો છે.ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરી કરવા કાર લઇને ગયેલા બે આરોપી પૈકીના એકને ઝડપી પાડયો છે.જ્યારે સૂત્રધાર અર્જુન ફરાર છે.

મળતી માહિતી અનુસાર, શ્રીરંગ સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા ઇમરાન હુસેન સૈયદ તેમના પરિવારજનો સાથે ગઇ તા.૧લીએ કોસંબા ગયા હતા અને તા.૩જીએ પરત ફર્યા તે દરમિયાન તેમના મકાનમાંથી ચોરો ૩૫ તોલાના દાગીના અને રૂ.7 લાખ રોકડા ચોરી ગયા હતા.આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી એસ ચૌહાણે એક ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં નંબર પ્લેટ વગરની એક એક-ક્રોસ કાર પર શંકા ગઇ હતી.જેથી આ કારની વધુ તપાસ કરતાં કારમાં એક વ્યક્તિ બેઠેલી હતી અને નીચે ઉતરેલો શખ્સ ચોરી કરીને કારમાં ફરાર થઇ ગયો હતો.આ કાર ઉંડેરા તરફ ગઇ હતી અને ત્યાંથી નંબર પ્લેટ લગાવીને પરત ફરી હતી.પીઆઇ વી આર ખૈરે નંબર પ્લેટની તપાસ કરતાં જીતેન્દ્ર પંચાલના નામે ખરીદેલ કાર રીઢા ચોર અર્જુન રાજપૂત વાપરતો હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે કાર પર વોચ રાખી સમતા વિસ્તારમાંથી કાર સાથે અર્જુનના સાગરીત મનોજ જાંગીડને ઝડપી પાડયો હતો.પૂછપરછમાં તેણે અર્જુનની સાથે મકાનમાં ચોરી કરી હોવાની અને ત્યારબાદ રાજસ્થાનના વતનમાં જઇ થોડા દિવસ કાર છુપાવી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે ફરાર થઇ ગયેલા રીઢાચોર અર્જુન રાજપૂતની તપાસ હાથ ધરી છે.શ્રીરંગ સોસાયટીના મકાનમાં ચોરી કરનાર અર્જુનના સાગરીત મનોજે ફર્નિચરના કામના રૃ.૩૧ હજાર મકાન માલિક આપતા નહિં હોવાનું કહી અર્જુનને મકાન બતાવ્યું હતું.અર્જુને ચોરી કર્યા બાદ આ રકમ મનોજને ચૂકવી દીધી હતી અને દાગીના વેચ્યા બાદ બીજી રકમ આપવાની ખાતરી આપી હતી.

Next Story