Connect Gujarat
ગુજરાત

વલસાડ : કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ યોજાયો...

વલસાડ : કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ યોજાયો...
X

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુ દેસાઇ, ઊર્જા, કૃષિ અને પેટ્રોકેમીકલ્‍સ વિભાગના રાજયમંત્રી મુકેશ પટેલ તેમજ પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુ ચૌધરીની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે નાણા મંત્રી કનુ દેસાઈ, પાણી પુરવઠા રાજયમંત્રી જીતુ ચૌધરી અને ઊર્જા રાજયમંત્રી મુકેશ પટેલનું વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના પ્રમુખ અને ધારાસભ્‍ય ભરત પટેલ અને મંડળની સમગ્ર ટીમ તરફથી શાલ ઓઢાડી સન્‍માન કરાયું હતું.

સન્‍માનનો પ્રતિભાવ આપતા નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્‍યું હતું કે, દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લાનો કોળી સમાજ હંમેશા ભાજપ સાથે રહયો છે. નવા મંત્રી મંડળમાં વલસાડ જિલ્લામાંથી પ્રથમવાર2 મંત્રી સરકારમાં છે, ત્‍યારે લોકોની અપેક્ષાઓ વધી છે. જેને પૂર્ણ કરવા રાજયના ઉમદા વ્‍યકિતત્‍વ ધરાવતા મુખ્‍યમંત્રી અને મજબુત નેતૃત્‍વ પુરું પાડનારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રાહબરી હેઠળ જિલ્લાના વિકાસના કામો કરવાના છે. આ પ્રસંગે પાણી પુરવઠા અને મત્‍સ્‍યોદ્યોગ રાજયમંત્રી જીતુ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, કોળી પટેલ સમાજની એકતા વધુ મજબુત થાય તે માટે સમાજનું સંગઠન ધારાસભ્‍ય ભરત પટેલના નેતૃત્‍વ હેઠળ ઉમદા કાર્ય કરી રહયું છે. ઉમરગામથી ભરૂચ સુધીના દક્ષિણ ગુજરાતના કાંઠા વિભાગના લોકોના વિકાસ માટેના વિવિધ પ્રશ્નોનું નિરાકણ કરી માછીમારોના ઉત્‍કર્ષ માટે પણ ઘણાં કામો કરવાના છે. નવા મંત્રી મંડળના આપણા જિલ્લાના કેબીનેટ મંત્રી કનુ દેસાઈ પાસે નાણાં અને ઊર્જા જેવા મહત્ત્વના વિભાગો છે, ત્‍યારે આપણા જિલ્લાના વિકાસના કામો ઝડપથી પુર્ણ કરવા તેઓ પ્રયત્‍નશીલ રહેશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

Next Story