Connect Gujarat
ગુજરાત

વલસાડ : યુવાધનમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા અનાવિલ પરિવાર-યુવા પાંખ દ્વારા ટી-20 ટુર્નામેન્‍ટ યોજાય

અનાવિલ યુવાધનમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાના ઉદ્દેશ્‍ય સાથે અનાવિલ પરિવાર અને અનાવિલ પરિવાર યુવા પાંખ, વલસાડ દ્વારા સ્‍વર્ગસ્‍થ ખંડુભાઈ રણછોડજી દેસાઇની ૫૦મી પુણ્‍યતિથી નિમિત્તે AP T-20 Bash 2021નું આયોજન કરવામાં આવ્‍યું હતું.

વલસાડ : યુવાધનમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા અનાવિલ પરિવાર-યુવા પાંખ દ્વારા ટી-20 ટુર્નામેન્‍ટ યોજાય
X

અનાવિલ યુવાધનમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાના ઉદ્દેશ્‍ય સાથે અનાવિલ પરિવાર અને અનાવિલ પરિવાર યુવા પાંખ, વલસાડ દ્વારા સ્‍વર્ગસ્‍થ ખંડુભાઈ રણછોડજી દેસાઇની ૫૦મી પુણ્‍યતિથી નિમિત્તે AP T-20 Bash 2021નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે વલસાડ ખાતેની પ્રથમ લેધર બોલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્‍ટ હતી.

આ ટુર્નામેન્‍ટનું ઉદ્‌ઘાટન બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર વલસાડનાં સંતો, અનાવિલ પરિવાર વલસાડના પ્રમુખ ભીખુ દેસાઈ, ઉપપ્રમુખ હસમુખ દેસાઈ તથા યુવા પાંખના પ્રમુખ ભાષિન દેસાઈના વરદ્‌ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ ટુર્નામેન્‍ટમાં કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદથી મુંબઇ સુધીના અનાવિલ યુવા ખેલાડીઓએ ભાગ લઇ ઉત્‍કૃષ્‍ટ રમત દાખવી હતી. આ ટુર્નામેન્‍ટમાં એ.કે. રેન્‍જર્સ અને સંવેદના સ્‍ટ્રાઈકર્સ નામની બે ટીમો ફાઇનલ મેચ માટે ક્‍વોલિફાઇ થઇ હતી. જેમાં જિમીત દેસાઈના નેતૃત્‍વમાં એ.કે.રેન્‍જર્સનો ભવ્‍ય વિજય થયો હતો. ફાઇનલમાં મેન ઓફ ધ મેચ જય દેસાઈ, AP T-20 Bash 2021ના મેન ઓફ ધ સિરીઝ હર્ષ દેસાઈ, બેસ્‍ટ બોલર અક્ષિત દેસાઈ, બેસ્‍ટ ફિલ્‍ડર મિતુલ દેસાઈ, બેસ્‍ટ બેટ્‍સમેન હર્ષ દેસાઈ તથા ઇમર્જિંન્‍ગ પ્‍લેયર જેનીલ દેસાઈને પુરસ્‍કારથી નવાજવામાં આવ્‍યા હતા. આ ટુર્નામેન્‍ટમાં અનાવિલ પરિવારનાં તમામ સભ્‍યોએ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.

Next Story