Connect Gujarat
ગુજરાત

વલસાડ : કપરાડાના દહીંખેડ-પીપરોણીમાં ચેકડેમ કમ કોઝ-વે બનાવાશે, રાજયમંત્રીના હસ્‍તે ખાતમુહૂર્ત સંપન્ન

વલસાડ : કપરાડાના દહીંખેડ-પીપરોણીમાં ચેકડેમ કમ કોઝ-વે બનાવાશે, રાજયમંત્રીના હસ્‍તે ખાતમુહૂર્ત સંપન્ન
X

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દહીંખેડ ખાતે રૂ. ૨૪.૫૦ લાખના ખર્ચે તેમજ પીપરોણી ખાતે રૂ. ૩૪.૭૫ લાખના ખર્ચે નિર્માણ થનારા ચેકડેમ કમ કોઝ-વે બનાવવાના કામોનાં ખાતમુહૂર્ત કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુ ચૌધરીના વરદ હસ્‍તે કરાયા હતા.

આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પ્રજાજનોની સુખાકારી માટે જરૂરિયાત મુજબ તબક્કાવાર વિકાસના કામો હાથ ધરવામાં આવી રહયા છે. આ ચેકડેમ કમ કોઝવે બનવાથી દહીંખેડથી બુરવડ ગામનું અંતર ઘટી જશે. આ વિસ્‍તારમાં રહેતા પ્રજાજનોને આવનજવનની વધુ સુવિધા ઉપલબ્‍ધ કરાવવા માટે અનેક રસ્‍તાઓ પહોળા બનાવવાનું આયોજન કરાયું છે. કોઈપણ વ્‍યક્‍તિ ભૂખ્‍યો ન રહે તે માટે કોરોના મહામારીનો સામનો કરી રહેલા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્‍યે રાશન પૂરું પાડવામાં આવ્‍યું છે,

જે આગામી માર્ચ સુધી આપવામાં આવશે. કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીનેશન કરવામાં આવી રહયું છે, જેના લીધે કોરોના સામે લડવા માટે રોગપ્રતિકારક શક્‍તિ મળે છે. રાજ્‍ય સરકાર વિકાસના પંથે ઝડપભેર આગળ વધી રહી છે, જેમાં સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્‍યક્‍ત કરી હતી.

Next Story