Connect Gujarat
ગુજરાત

વલસાડ : સરીગામમાં સમ્‍પ અને ભુગર્ભ ટાંકી નિર્માણ કામગીરીનો શુભારંભ કરાયો

વલસાડ : સરીગામમાં સમ્‍પ અને ભુગર્ભ ટાંકી નિર્માણ કામગીરીનો શુભારંભ કરાયો
X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 'નલ સે જલ યોજના' સાકાર કરવા દમણગંગા નદી આધારિત ઉમરગામ જૂથ પાણી પુરવઠા યોજના ફળીયા કનેક્‍ટિવિટી અંતર્ગત પાણી સંગ્રહ માટે અઢી કરોડ લીટરની ક્ષમતા ધરાવતા સમ્‍પ અને ભુગર્ભ ટાંકી નિર્માણ કામગીરીનો શુભારંભ કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍ય કક્ષાનાં મંત્રી જીતુ ચૌધરીના વરદ હસ્‍તે તથા પૂર્વ મંત્રી અને ઉમરગામ વિધાનસભાના ધારાસભ્‍ય રમણલાલ પાટકર તેમજ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કા શાહની વિશેષ ઉપસ્‍થિતિમાં સરીગામ ખાતેથી કરવામાં આવ્‍યો હતો.

આ અવસરે પાણી પુરવઠા રાજ્‍ય મંત્રી જીતુ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, વલસાડ જિલ્લામાં અંદાજે રૂા.૧૨૦૦ કરોડના ખર્ચે વિવિધ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત થનાર છે. આ યોજના કાર્યરત થવાથી જિલ્લાના તમામ ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. ઉમરગામ તાલુકાના ગામો માટે શુભારંભ કરાયેલી યોજનાની કામગીરી ગુણવત્તાયુક્‍ત થાય તે માટે સંબંધિત વિસ્‍તારના પદાધિકારીઓએ જવાબદારીપૂર્વક કાળજી રાખવી જોઈએ. સમયસર કામગીરી પૂર્ણ થાય તે માટે પાણી પુરવઠા વિભાગ સતત લાયઝન રાખે અને તેમાં સંબંધિત ગામોના સરપંચ અને અગ્રણીઓ સહયોગ આપે તે જરૂરી છે. રાજ્‍યના દરેક વિસ્‍તારોમાં જરૂરિયાત મુજબ વિકાસના કામો થાય તે માટે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલની રાહબરી હેઠળ રાજ્‍ય સરકાર સતત પ્રયત્‍નશીલ છે અને આ વિકાસકામો ઝડપથી થાય તે માટે જિલ્લા અધિકારીઓને પણ સૂચના આપી હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

Next Story