Connect Gujarat
ગુજરાત

વલસાડ : જિલ્લા કલેક્ટર વયનિવૃત્ત થતા સ્નેડહમિલન સમારોહ યોજાયો, નિવૃતમય જીવન સુખમય પસાર થાય તેવી શુભેચ્છાલ પાઠવાય

વલસાડ : જિલ્લા કલેક્ટર વયનિવૃત્ત થતા સ્નેડહમિલન સમારોહ યોજાયો, નિવૃતમય જીવન સુખમય પસાર થાય તેવી શુભેચ્છાલ પાઠવાય
X

તા. ૩૦મી જૂનના રોજ ૩૩ વર્ષની સરકારી સેવામાંથી વયનિવૃત્ત થઇ રહેલા વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલના સાંનિધ્યઇમાં મોરારજી દેસાઇ ઓડીટોરીયમ હોલ ખાતે વલસાડના માહિતી વિભાગ અને જિલ્લાના પ્રિન્ટા અને ઇલેક્ટ્રો નિક મીડિયાકર્મીઓ સાથે સ્નેેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં માહિતી વિભાગના દક્ષિણ ગુજરાત ઝોનના સંયુકત માહિતી નિયામક રાજેન્દ્ર આર. રાઠોડ અને વલસાડના નાયબ માહિતી નિયામક અનિલ બારોટે જિલ્લા કલેકટરનું સ્વાનગત કર્યુ હતું. પ્રારંભમાં વલસાડના નાયબ માહિતી નિયામકે સ્વાલગત પ્રવચન કર્યુ હતું.

આ અવસરે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, હું વયનિવૃત્ત થાઉ છું પણ હું સતત તમારા માટે કાર્યરત છું. આજે હું પત્રકારમિત્રો નહીં મારા આત્મી યજનોને મળવા આવ્યો છું. મારા વલસાડ જિલ્લાતના કાર્યકાળ દરમિયાન અનેક વહીવટી પડકારો આવ્યા પણ આ પડકારમાં પણ જિલ્લાલના મીડિયાકર્મીઓએ મને જાગૃત રાખી મને ઉજાળ્યોા છે. ''એક વ્યિક્તિા તરીકે નહીં પણ તંત્ર તરીકે આપને જણાવું છું કે, ટીકાઓનો મારો ખમ્યોમ છું બેસુમાર છતાં પણ હું પામ્યો છું સ્નેનહ અપરંપાર. ૨૧મી સદીમાં જ્યાોરે પ્રિન્ટય અને સોશિયલ મીડિયાને લીધે વહીવટી તંત્રમાં બેઠેલા અધિકારીઓએ જવાબદારી અને જાગરૂકતા કેળવવી પડે છે. વહીવટી અધિકારી તરીકે એક બાજુ ટીકાઓનો મારો સહન કરવો પડે તેમ બીજી બાજુ પ્રશંસાના પુષ્પોએ પણ મળે. વધુમાં તેઓએ જણાવ્યુંશ હતું કે, અધિકારથી કોઇ પરિણામ મળતું નથી પરંતુ પ્રેમથી જ પરિણામ મળે છે. જેના દ્વારા આજે મારા કાર્યકાળમાં જિલ્લાની પ્રજાના કામો કરી શકયો છું. આજે વલસાડના મીડિયાકર્મીઓ સાથેના સંબધોની આજે સુવાસ મારા હૈયામાં લઇને જાઉ છું. આ તબક્કે મારાથી કોઇ ક્ષતિ થઇ હોય તો મને દરગુજર કરશો એમ કહી વલસાડના પ્રેમાળ લોકોને યાદ કરતો રહીશ એમ જણાવ્યું હતું. વલસાડ જિલ્લાના જન-જન થકી આ કાર્યક્રમમાં વલસાડના સીનીયર પત્રકાર ઉત્પનલ દેસાઇએ કલેકટર સાથેનો તેમનો આત્મીદય નાતો રહયો છે, એમ જણાવી કોરોનાકાળમાં અનેક પડકારો હતા, તેમ છતાં કલેકટરે જિલ્લાપ વહીવટી તંત્રની સાથોસાથ મીડિયાના સુભગ સંકલન થકી આ પડકારોનો સામનો કર્યો હતો. તેમની પત્રકારની જીંદગીમાં ઘણાં કલેકટરો સાથે અનુભવ થયો, પરંતુ કલેકટર આર.આર.રાવલ જેવા નિષ્ઠા વાન અને પ્રામાણિક માણસ વલસાડ જિલ્લાને મળ્યાગ તે વલસાડનું સદ્‌ભાગ્ય્ ગણી તેમનું નિવૃતમય જીવન સુખમય, નિરામય અને શાંતિપૂર્વક પસાર થાય તેવી શુભેચ્છા આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી વી.સી.બાગુલ તેમજ વલસાડના પ્રિન્ટી અને ઇલેકટ્રોનીક મીડિયાના મીડિયાકર્મીઓ તેમજ માહિતી વિભાગના કર્મચારીઓ હાજર રહયા હતા.

Next Story