Connect Gujarat
ગુજરાત

વલસાડ : નાણાં મંત્રીના હસ્‍તે વાપી નગરપાલિકાના પેડેસ્‍ટ્રીયન અંડરપાસ-સબવેનું ખાતમુહૂર્ત કરાયું

વાપી નગરપાલિકાના આ પેડેસ્‍ટ્‍ીયન અંડરપાસની પહોળાઇ ૫.૫ મીટર(૧૮ ફૂટ) તથા ઊંચાઇ ૨.૫ મીટર (૮ ફૂટ) રહેશે. આ કામ નગરપાલિકાની ડીઝાઇન મુજબ રેલવે વિભાગ પૂર્ણ કરશે.

વલસાડ : નાણાં મંત્રીના હસ્‍તે વાપી નગરપાલિકાના પેડેસ્‍ટ્રીયન અંડરપાસ-સબવેનું ખાતમુહૂર્ત કરાયું
X

રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુ દેસાઇ દ્વારા વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના રૂા. ૮૧૬ લાખના ખર્ચે તૈયાર થનાર પેડેસ્‍ટ્રીયન અંડરપાસ/ સબવેનું સાંસદ ર્ડા. કે.સી.પટેલ અને વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ અને નગરજનોની ઉપસ્‍થિતિમાં ખાતમૂર્હુત અને વાપીના ર્ડા. અબ્‍દુલ કલામ હોલ ખાતે ૫૭ સફાઇ કામદારોને નિમણૂંકના હુકમો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે મંત્રી કનુ દેસાઇએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર સરકાર પુરસ્‍કૃત રાજય સરકાર સંચાલિત અમૃત યોજના અંતર્ગત રૂ. ૮૧૬ લાખના ખર્ચે તૈયાર નિર્માણ થનાર આ પેડસ્‍ટ્રીયન અંડરપાસથી વાપી શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતી અંદાજીત એક લાખની વસતીને ઉપયોગી થશે. આ પેડેસ્‍ટ્રીયન અંડરપાસમાં નાગરિકોને ચઢવા માટે એસ્‍કેલેટરની પણ સુવિધા કરવામાં આવનાર છે. આ કામ માર્ચ-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા માટે મંત્રીએ રેલવે વિભાગના અધિકારીઓને જણાવ્‍યું હતું. વાપી જી. આઇ.ડી.સી. મધ્‍યેથી પસાર થતી બીલખાડીને નેશનલ હાઇવે સુધી આર.આર.સી. લાઇનીંગ કરવાનું અને વાપી શહેરના ગોવિંદા કોમ્‍પલેક્ષ જી.આઇ.ડી.સી. ચાર રસ્‍તાથી શરૂ કરી નેશનલ હાઇવે. નં. ૪૮ને સંમાતર આર.સી.સી. બોક્ષ ડ્રેઇન બનાવવાની મંજૂરી ટૂંક સમયમાં મળવાથી શહેરના ગુંજન વિસ્‍તાર, છરવાડા રોડ વિસ્‍તાર, બલીઠા વગેરે જેવા રહેણાંક વિસ્‍તારોમાં ભારે વરસાદના સમયે પાણી ભરાવાની સમસ્‍યામાંથી શહેરીજનોને છૂટકારો થશે એમ મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્‍યું હતું.

વાપી નગરપાલિકાના આ પેડેસ્‍ટ્‍ીયન અંડરપાસની પહોળાઇ ૫.૫ મીટર(૧૮ ફૂટ) તથા ઊંચાઇ ૨.૫ મીટર (૮ ફૂટ) રહેશે. આ કામ નગરપાલિકાની ડીઝાઇન મુજબ રેલવે વિભાગ પૂર્ણ કરશે. આ પેડેસ્‍ટ્રીયનમાં ચઢવા માટે એસ્‍કેલેટરની સુવિધા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. વાપી નગરપાલિકાના ડૉ. અબ્‍દુલ કલામ હોલ ખાતે બીજા કાર્યક્રમમાં ૫૭ સફાઇ કામદારોને નિમણૂંકના હુકમો એનાયત કરતાં જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાનના નેતૃત્‍વના લીધે જ દેશના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરથી સુરક્ષિતતા માટે રસીકરણની ઝૂંબેશથી દેશની ૧૦૦ કરોડની વસતીને રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મંત્રીશ્રીએ સ્‍વચ્‍છતા મિશન અંતર્ગત વાપી શહેરને સ્‍વચ્‍છ રાખવા માટે સફાઇ કર્મીઓએ પણ તેમની ફરજો ખંત અને નિષ્‍ઠાપૂર્વક બજાવવા અનુરોધ કર્યો હતો.

Next Story