Connect Gujarat
ગુજરાત

વલસાડ : રાજ્‍ય મંત્રીના હસ્તે શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો એનાયત કરાયા...

પારડી તાલુકાના ૦૧, ધરમપુર તાલુકાના ૦૧, કપરાડા તાલુકાના ૨૭ અને ઉમરગામ તાલુકાના ૦૫ શિક્ષકોનો સમાવેશ થાય છે.

વલસાડ : રાજ્‍ય મંત્રીના હસ્તે શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો એનાયત કરાયા...
X

વલસાડ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં ૨૦૧૭ના વર્ષમાં ફિક્‍સ પગારે ભરતી થયેલા વિદ્યાસહાયકોના પાંચ વર્ષ પૂર્ણ થતાં તેમને પુરા પગારના હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો) નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી જીતુ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને સરસ્‍વતી ઇન્‍ટરનેશનલ સ્‍કુલ, અબ્રામા ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવોના હસ્‍તે ૩૪ પ્રાથમિક શિક્ષકોને પુરા પગારના હુકમો એનાયત કરાયા હતા. જેમાં પારડી તાલુકાના ૦૧, ધરમપુર તાલુકાના ૦૧, કપરાડા તાલુકાના ૨૭ અને ઉમરગામ તાલુકાના ૦૫ શિક્ષકોનો સમાવેશ થાય છે. ગાંધીનગરથી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્‍યક્ષતામાં યોજાયેલા રાજ્‍યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું હતું. આ અવસરે પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુ ચૌધરીએ પૂર્ણ પગાર મેળવનારા શિક્ષકોને શુભકામનાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, રાષ્ટ્રને મજબૂત કરવા માટે શિક્ષણ જરૂરી છે.

આજે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલની રાહબરી હેઠળ સમગ્ર રાજ્‍યમાં યોજાયેલા કાર્યક્રમના ભાગરૂપે વલસાડ જિલ્લાના શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો વિતરણ કરાયા છે. મંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, લાંબા સમયથી વતનથી દૂર નોકરી કરતા શિક્ષકોની બદલી સહિત વિવિધ સમસ્‍યાનું નિવારણ કરવા માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. પ્રાથમિક શાળાના બાળકોને વધુ સારું શિક્ષણ મળે તે માટે બનાવાયેલી નવી શિક્ષણ નીતિની જાણકારી આપવા માટે શિક્ષકોને યોગ્‍ય તાલીમ આપવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ થકી બાળકોમાં સારા સંસ્‍કાર શિસ્‍તતાના આવે છે. તમામ શાળાઓને ભૌતિક સુવિધાઓથી સજ્જ કરવાની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. આ અવસરે સાંસદ ડો. કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલકા શાહ, વલસાડ ધારાસભ્‍ય ભરત પટેલ અને ધરમપુર ધારાસભ્‍ય અરવિંદ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં પૂર્ણ પગાર હુકમ મેળવેલા શિક્ષકોને અભિનંદન પાઠવ્‍યા હતા.

Next Story