Connect Gujarat
ગુજરાત

વલસાડ : 100મું રક્‍તદાન કરી રક્‍તદાન કેન્‍દ્રના 7મા શતકના રક્‍તદાતા બનવાનું શ્રેય પ્રાપ્‍ત કરનાર રક્‍તદાતાનું બહુમાન

વલસાડના વતની સુનીલ પટેલે ૧૧/૫/૧૯૯૪માં વલસાડ રક્‍તદાન કેન્‍દ્રમાં પ્રથમ વખત રક્‍તદાન કર્યું હતું.

વલસાડ : 100મું રક્‍તદાન કરી રક્‍તદાન કેન્‍દ્રના 7મા શતકના રક્‍તદાતા બનવાનું શ્રેય પ્રાપ્‍ત કરનાર રક્‍તદાતાનું બહુમાન
X

વલસાડના વતની સુનીલ પટેલે ૧૧/૫/૧૯૯૪માં વલસાડ રક્‍તદાન કેન્‍દ્રમાં પ્રથમ વખત રક્‍તદાન કર્યું હતું. તેમણે આ રક્‍તદાન માટેના પ્રેરણાદાયી વિચાર બીજનું શ્રેય પિતરાઈ ભાઈ સ્‍વ. પ્રકાશ એન્‍જીનીયરને આપી આજે પરિવાર અને મિત્રોના રક્‍તદાન સાથે પોતાનું ૧૦૦મું રક્‍તદાન કરી વલસાડ રક્‍તદાન કેન્‍દ્રના ૭માં શતક રક્‍તદાતા બનવાનું શ્રેય પ્રાપ્‍ત કર્યું હતું.

સુનિલ પટેલની ૧૯૯૪માં શરૂ થયેલી રક્‍તદાનની સફર છેલ્લા ૨૮ વર્ષથી નિયમિત ચાલી રહી છે. તેઓએ હાલ પર્યંત વલસાડ રક્‍તદાન કેન્‍દ્રમાં ૬૯ whole Blood અને ૩૧ Platelet ડોનેશન કરી રક્‍તદાન કેન્‍દ્રમાં પડતી રક્‍તની અછતને કારણે રક્‍તની જરૂરિયાત માટે ઝઝુમતા દર્દીઓને પોતાના રક્‍તદાન દ્વારા નવજીવન આપી અનોખું અને અભિનંદનીય કાર્ય કરી અન્‍ય નવયુવાનો અને સમાજ માટે પ્રેરણા પૂરી પાડી છે, જે અભિનંદનીય છે. આ પ્રસંગે વલસાડ રક્‍તદાન કેન્‍દ્ર ખાતે સુનીલ પટેલના ૧૦૦મા રક્‍તદાનની સિદ્ધિને બિરદાવવા કુટુંબીજનો અને સ્‍ટાફની હાજરીમાં સમારંભ યોજવામાં આવ્‍યો હતો.

જેમાં વલસાડ રક્‍તદાન કેન્‍દ્રના માનદ્‌ મંત્રી ડો. યઝદી ઈટાલીયા, મેડીકલ ડાયરેક્‍ટર ડો. કમલ પટેલ, સુનીલ પટેલના પારિવારિક સભ્‍યો અને મિત્ર વર્તુળની હાજરીમાં ડો. યઝદી ઈટાલીયાના વરદ હસ્‍તે શતક રક્‍તદાતા સુનીલ પટેલને રક્‍તદાનની સાતત્‍યપૂર્ણ સેવા બદલ પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી શાલ ઓઢાડી, સ્‍મૃતિ ભેટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Next Story