Connect Gujarat
ગુજરાત

વલસાડ : ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ વાપી ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો

વાપી ટાઉન ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદંશન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ : ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ વાપી ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો
X

વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિશ્વકર્મા હોલ-પંચાલ વાડી, વાપી ટાઉન ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદંશન સેમીનારનું આયોજન કરવામાં આવ્યુંુ હતું.

આ સેમિનારમાં મહિલા અને બાળ અધિકારી એસ.આઇ.કણઝરીયાએ ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ફિલ્ડલ ઓફિસર ડૉ. પી.એમ.વાઘેલાએ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની વિગતવાર જાણકારી આપી તેનો લાભ લેવા જણાવ્યુંન હતું. પોલીસ સ્ટેીશન બેઇઝડ સપોર્ટ સેન્ટાર-વલસાડના જાગૃતિ ટંડેલ અને સખી વન સ્ટો.પ સેન્ટેર વલસાડના સંચાલક ગીરીબાળા આચાર્ય તેમના હેઠળ આવતી કામગીરી અંગે વિસ્તૃેત સમજણ આપી હતી. ૧૮૧ મહિલા અભયમ હેલ્પનલાઇન વલસાડના કાઉન્સેિલર કંચન ટંડેલે ૧૮૧ હેલ્પ લાઇનનો મુશ્કેઅલીના સમયે ઉપયોગ કરવા જણાવી અભયમ હેલ્પનલાઇનની મોબાઇલ એપ ડાઉનલોડ કરાવી હતી. આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ વિગતવાર જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યઉ સેવિકાઓ, આંગણવાડી વર્કરો, વિવિધ ક્ષેત્રની મહિલાઓ તેમજ મહિલા વિંગની અલગ અલગ યોજનાના કર્મચારીઓ હાજર રહયા હતા.

Next Story