Connect Gujarat
ગુજરાત

વલસાડ : પ્રધાનમંત્રી મત્‍સ્‍યસંપદા યોજના અંગેની શિબિરને રાજ્યના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ મંત્રીએ ખુલ્લી મુકી

તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ તેઓ રાજયના મુખ્‍યમંત્રી હતા, ત્‍યારે રાજયના સાગરખેડૂઓના વિકાસ માટે સાગરખેડૂ યોજના બનાવી છે.

વલસાડ : પ્રધાનમંત્રી મત્‍સ્‍યસંપદા યોજના અંગેની શિબિરને રાજ્યના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ મંત્રીએ ખુલ્લી મુકી
X

પ્રધાનમંત્રી મત્‍સ્‍યસંપદા યોજનાની રાજય સ્‍તરીય જાગરૂકતા અંગેની એક દિવસીય શિબિરને રાજયના મત્‍સ્‍યોદ્યોગ મંત્રી જીતુ ચૌધરીએ વલસાડના મોરારજી દેસાઇ ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લાના સાગરખેડૂઓ માટે નેશનલ ફેડરેશન ઓફ ઇન્‍ડિયાના ડિરેકટર જયંતિ કેવટ, વલસાડના ધારાસભ્‍ય ભરત પટેલ અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય કરીને ખુલ્લી મુકી હતી.

મંત્રીએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ તેઓ રાજયના મુખ્‍યમંત્રી હતા, ત્‍યારે રાજયના સાગરખેડૂઓના વિકાસ માટે સાગરખેડૂ યોજના બનાવી છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ દેશના વિકાસ માટે સહકારી ક્ષેત્રને ઉત્તેજન અને વિકાસ માટે વિભાગ માટે એક અલગ સહકાર મંત્રાલય સ્‍થાપીને આ સહકાર મંત્રાલયના મંત્રી તરીકે સહકારી ક્ષેત્રે ખૂબ જ કામ કરનાર ગુજરાતના જાણીતા સપૂત અને ગૃહમંત્રીને આ વિભાગ સોંપવામાં આવ્‍યો છે. આ મંત્રાલયના નેજા હેઠળ દેશના મચ્‍છીમારો માટે રાષ્‍ટ્રીય સહકાર વિકાસ નિગમ હેઠળ વડાપ્રધાન મત્‍સ્‍ય સંપદા યોજના આખા દેશમાં વર્ષ ૨૦૨૦-૨૧થી અમલી બનાવી છે.

જે પાંચ વર્ષ એટલે કે, ૨૦૨૪-૨૫ સુધી અમલીકરણ કરવામાં આવશે. આ યોજનામાં રૂા. ૨૦ હજાર કરોડ બજેટમાં ફાળવવામાં આવ્‍યા છે. જે અંતર્ગત કેન્‍દ્ર સરકારનો રૂા. ૯૪૦૭ કરોડનો ફાળો, રાજય સરકારનો રૂા. ૪૮૮૦ કરોડનો ફાળો અને લાભાર્થીઓ માટે રૂા. ૫૭૬૩ કરોડના ભંડોળની ફાળવણી કરવામાં આવશે. કેન્‍દ્રીય પુરસ્‍કૃત યોજના હેઠળ લાભાર્થીલક્ષી યોજના વ્‍યકિતગત/ સામૂહિક પ્રવૃત્તિઓના સંદર્ભમાં રાજય સરકારો અમલમાં લાવશે. જેમાં કેન્‍દ્ર અને રાજય સરકાર તરફથી મળતી નાણાંકીય સહાય સામાન્‍ય કેટેગરીના કિસ્‍સામાં ૪૦ ટકા અને અનુ.જાતિ/અનુ.જનજાતિ/મહિલાઓ લાભાર્થીના કિસ્‍સામાં ૬૦ ટકા સબસીડી આપવામાં આવશે.

Next Story