Connect Gujarat
ગુજરાત

વલસાડ : રાજયમંત્રીના હસ્‍તે માતૃશ્રી રામુબા લવજીભાઈ ભરોડીયા કન્‍યા વિદ્યાલયના નૂતન ભવન- મોટાપોંઢાનું લોકાર્પણ

વલસાડ : રાજયમંત્રીના હસ્‍તે માતૃશ્રી રામુબા લવજીભાઈ ભરોડીયા કન્‍યા વિદ્યાલયના નૂતન ભવન- મોટાપોંઢાનું લોકાર્પણ
X

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા-હઠીમાળ ખાતે કૉળઘા-કોળચા જનની ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત માતૃશ્રી રામુબા લવજીભાઇ ભરોડીયા કન્‍યા વિદ્યાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુ ચૌધરીના હસ્‍તે કરવામાં આવ્યું હતું.

આ અવસરે રાજયમંત્રી જીતુ ચૌધરીએ કન્‍યા વિદ્યાલય ભવનના નિર્માણમાં સહયોગી દાતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્‍યું હતું કે, સમાજને મૂળભૂત ધારામાં લાવવા શિક્ષણ જરૂરી છે. રાજ્‍યના દરેક બાળકોને શિક્ષણ મળે તે માટે રાજ્‍ય સરકાર સતત પ્રયત્‍નશીલ છે, જેમાં દાનવીરોએ આદિજાતિ વિસ્‍તારમાં ભવનો બનાવવાના સંકલ્‍પ સાથે શિક્ષણની જ્‍યોત જલાવી અંધકારમાંથી અજવાળા તરફ લઈ જવાનો જે પ્રયાસ કર્યો છે, જે સરાહનીય છે. વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્‍તારમાં ઘણી એવી શાળાઓ છે, જેની પ્રગતિમાં ધરમપુરના નામાંકિત ડો. સ્‍વ. રમણભાઈનો સહયોગ પ્રાપ્‍ત થયો છે, જે સહાયનીય છે. આચાર, વિચાર અને સંસ્‍કાર હોય તે વ્‍યક્‍તિ જ દાન કરી શકે છે અને દાન એવી જગ્‍યાએ કરવું જે એળે ન જાય, જે માટે દાતાઓએ અંતરિયાળ વિસ્‍તારની શાળા પસંદ કરી છે, જે બદલ તે ધન્‍યવાદને પાત્ર છે. આ સંસ્‍થા ૨૦૮ ભવનો બનાવવાનું લક્ષ પાર પાડે તેવી શુભેચ્‍છાઓ પાઠવી આ કામગીરીમાં રાજ્‍ય સરકાર દ્વારા મળવાપાત્ર સહયોગની ખાતરી આપી હતી.

Next Story