Connect Gujarat
ગુજરાત

વલસાડ : રેસર્સ ગ્રુપ-ત્રયમ ફાઉન્‍ડેશનના સંયુક્‍ત ઉપક્રમે MYBYK સાયકલ શેરિંગ-રેન્‍ટિંગ પ્રોગ્રામ શરૂ

સાયકલિંગ એ મુસાફરીનો એક ટકાઉ, સ્‍વસ્‍થ અને સસ્‍તો માધ્‍યમ છે. વધુ પડતા ટ્રાફિક, ભીડ અને ઉચ્‍ચ પ્રદૂષણ સ્‍તરમાં ટૂંકી મુસાફરી માટે સાઇકલનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે.

વલસાડ : રેસર્સ ગ્રુપ-ત્રયમ ફાઉન્‍ડેશનના સંયુક્‍ત ઉપક્રમે MYBYK સાયકલ શેરિંગ-રેન્‍ટિંગ પ્રોગ્રામ શરૂ
X

સાયકલિંગ એ મુસાફરીનો એક ટકાઉ, સ્‍વસ્‍થ અને સસ્‍તો માધ્‍યમ છે. વધુ પડતા ટ્રાફિક, ભીડ અને ઉચ્‍ચ પ્રદૂષણ સ્‍તરમાં ટૂંકી મુસાફરી માટે સાઇકલનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે. ડૉ. ભૈરવી જોષી છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર ભારતમાં ટકાઉ ગતિશીલતાના ક્ષેત્રમાં કામ કરી રહી છે, ત્યારે વલસાડના સાયકલ મેયર બનવાથી લઈને BYCS ઈન્‍ડિયાના સીઈઓ અને ડાયરેક્‍ટર બનવા સુધી તે લોકોના માધ્‍યમથી ગતિશીલતાના ઉકેલોમાં પરિવર્તન લાવવા માટે સતત કામ કરી રહયા છે.

વલસાડ રેસર્સ ગ્રૂપના સહયોગથી વલસાડમાં પબ્‍લિક બાઇક શેર સિસ્‍ટમ-MYBYK મેળવી છે, અને દોઢ મહિનાના પ્રાયોગિક ધોરણ માટે ૧૦ સાયકલનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું છે. MYBYK સત્તાવાર રીતે VRG નાઇટ રનની ઇવેન્‍ટ દરમિયાન ૨૩મી ઓક્‍ટોબર, ૨૦૨૧ના રોજ લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું. પબ્‍લિક બાઇક શેર અથવા પીબીએસ નાગરિકોને વાસ્‍તવમાં સાઇકલ ખરીદવા અને જાળવણી કર્યા વિના નજીવા દરે ટૂંકી ટ્રિપ્‍સ માટે ભાડે આપવા અને સાઇકલ શેર કરવાની સુગમતા આપે છે. MYBYK ૨૩મી ઓક્‍ટોબર, ૨૦૨૧ના રોજ વલસાડ શહેરમાં ૪૫ દિવસ માટે પ્રાયોગિક ધોરણે બે સ્‍થળો જેમ કે, તિથલ રોડ પર સર્કિટ હાઉસ અને એન્‍કર હાઇટ્‍સ ઉપર ઇન્‍સ્‍ટોલ કરવામાં આવ્‍યું છે. આ સેવા માટે કોઇપણ વ્‍યક્‍તિએ MYBYK એપ ડાઉનલોડ કરવી પડશે, સાયકલ પસંદ કરવી પડશે અને એપમાં તેના નંબર સામે અનલોક દબાવવું પડશે. સાયકલને કોઈપણ હબ પર ઉપાડી અને છોડી શકાય છે. જો તમારી પાસે તમારી ટૂંકા અંતરની મુસાફરી માટે સાયકલ ન હોય તો પણ તે મુસાફરીનો એક અનુકૂળ મોડ છે. વલસાડના નાગરિકોને આ સેવાનો ઉપયોગ કરવા વિનંતી કરાય છે અને સારા અને વધુ ઉપયોગથી તેઓ તેને વલસાડમાં અને અનેક સ્‍થળોએ કાયમી ધોરણે મેળવવાનું શક્‍ય બનાવી શકશે...

Next Story