Connect Gujarat
ગુજરાત

વલસાડ : પંચલાઇ ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરાય, આરોગ્યકર્મીઓનું સન્માન કરાયું

વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા વલસાડ તાલુકાના પંચલાઇ ખાતે રાષ્ટ્રીય રસીરકરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વલસાડ : પંચલાઇ ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરાય, આરોગ્યકર્મીઓનું સન્માન કરાયું
X

વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા વલસાડ તાલુકાના પંચલાઇ ખાતે રાષ્ટ્રીય રસીરકરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત આરોગ્‍ય ક્ષેત્રે રસીકરણ સહિતની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આરોગ્‍ય વિભાગ દ્વારા આરોગ્‍યકર્મીઓ અને આશાવર્કરોને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા.

આ અવસરે તાલુકા હેલ્‍થ ઓફિસર કમલ ચૌધરીએ આરોગ્‍ય વિભાગની ઉપલબ્‍ધિઓ વર્ણવતાં જણાવ્‍યું હતું કે, કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા રસીકરણ અભિયાનમાં પંચલાઈ ગામમાં સૌપ્રથમ ૧૦૦ ટકા રસીકરણ થયું હતું. રસીકરણનું મહત્ત્વ સમજી પાત્રતા ધરાવતા લોકોએ કોવિડ-૧૯ રસી લેવાને કારણે કોરોનાની ત્રીજી લહેરમાં ઓછી તકલીફ પડી હતી. હવે પછી કોઈ પણ વ્‍યક્‍તિ રસી લેવા વગર રહી ન જાય તેની કાળજી રાખવા જણાવ્‍યું હતું. પોલિયો રસીકરણ કરવાથી પોલિયોમુક્‍ત બની શકયા છે, તેમ કોવિડ-૧૯ રસીકરણથી કોરોનામુકત થઇ શકીશું, તેવી આશા તેમણે વ્‍યક્‍ત કરી હતી. જિલ્લા આઈ.ઇ.સી. ઓફિસર પંકજ પટેલે રસીકરણ અભિયાન અંગે વિસ્‍તૃત સમજણ આપી સૌને રસી લેવા અનુરોધ કર્યો હતો. પોલીયો રસીકરણ તેમજ કોરોના કાળમાં સારી કામગીરી કરનારા આરોગ્‍યકર્મીઓને પ્રોત્‍સાહિત કરી અભિનંદન પાઠવ્‍યા હતા.


Next Story