Connect Gujarat
ગુજરાત

વલસાડ : નારવડ ખાતે રાજ્યમંત્રીના હસ્તે નવનિર્મિત પી.એચ.સી.ના મકાનનું લોકાર્પણ કરાયું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નારવડ ખાતે રૂ. ૯૬.૧૩ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું લોકાર્પણ

વલસાડ : નારવડ ખાતે રાજ્યમંત્રીના હસ્તે નવનિર્મિત પી.એચ.સી.ના મકાનનું લોકાર્પણ કરાયું
X

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નારવડ ખાતે રૂ. ૯૬.૧૩ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું લોકાર્પણ કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પી.એચ.સી. શરૂ થવાથી ટોકરપાડા, નારવડ, ઘોટણ, દિક્ષલ, સુથારપાડા, વાવર, હુડા, બારપૂડા, માની અને માલઘર ગામની ૩૩ હજાર કરતાં વધુ વસતિને લાભ મળશે.

આ અવસરે રાજયમંત્રી જીતુ ચૌધરીએ કોરોના મહામારીમાં આરોગ્યકર્મીઓએ કરેલી અવિરત સેવા ભાવનાને બિરદાવતા જણાવ્યું હતું કે, કપરાડા તાલુકામાં કોરોના વેકસીનેશન વધારવા માટે અહીંના તમામ મેડિકલ સ્ટાફે દિવસ રાત સતત ફરજ બજાવી છે. કોરોના મહામારીમાં મેડિકલ સ્ટાફ મહિનાઓ સુધી પોતાના ઘરે જઈ શકતા હોવાને લીધે પોતાના પરિવારને પણ મળી શકતા ન હતા, તેવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે, જેઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. નારવડ ગામ કપરાડાથી સુથારપાડા મુખ્ય રસ્તા ઉપર આવેલું છે અને તે આ વિસ્તારના લોકો માટે અવરજવરનું મુખ્ય સેન્ટર હોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે આ ગામની પસંદગી કરવામાં આવી હતી.

Next Story