Connect Gujarat
ગુજરાત

વલસાડ : પ્રેસ ક્લબ ઓફ વલસાડ દ્વારા રક્તદાન શિબિર યોજાય, રાજ્ય મંત્રી કનુ દેસાઇ રહ્યા ઉપસ્થિત

પ્રેસ કલબના પ્રમુખ ઉત્‍પલ દેસાઇ અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય કરીને રકતદાન કેમ્‍પનો પ્રારંભ કર્યો હતો

વલસાડ : પ્રેસ ક્લબ ઓફ વલસાડ દ્વારા રક્તદાન શિબિર યોજાય, રાજ્ય મંત્રી કનુ દેસાઇ રહ્યા ઉપસ્થિત
X

પ્રેસ કલબ ઓફ વલસાડ દ્વારા અતુલ રૂરલ ડવલોપમેન્‍ટ ફંડ અને શ્રી સાંઇનાથ સેવાભાવી મંડળ બીનવાડા તથા વલસાડ રકતદાન કેન્‍દ્રના સહયોગથી વલસાડના સ્‍પોર્ટસ સેન્‍ટર ખાતે રાજ્યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુ દેસાઇએ રાજયના આદિજાતિ, અન્ન અને પુરવઠા મંત્રી અને જિલ્‍લા પ્રભારી મંત્રી નરેશ પટેલ, વલસાડ સાંસદશ્રી ર્ડા. કે.સી.પટેલ, વલસાડ અને ધરમપુરના ધારાસભ્‍ય સર્વ ભરત પટેલ, અરવિંદ પટેલ, જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, કિસાન મોર્ચાના પ્રદેશ અધ્‍યક્ષ હિતેશ પટેલ, પ્રેસ કલબના પ્રમુખ ઉત્‍પલ દેસાઇ અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય કરીને રકતદાન કેમ્‍પનો પ્રારંભ કર્યો હતો. આ રકતદાન કેમ્‍પમાં ૧૫૬ બોટલ રકત એકત્ર કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે નાણાં મંત્રી કનુ દેસાઇએ જણાવ્‍યું હતું કે, પત્રકારનું કામ તલવારની ધાર પર ચાલવા જેવું છે. બધા સાથે મિત્રતા હોઇ, સબંધો હોઇ ત્‍યારે તેમણે પત્રકારત્‍વનું પાસું ઘ્‍યાને રાખીને તટસ્‍થ સમાચારો રજૂ કરવાનું એક પડકારભર્યુ કામ કરે છે. તેવા પત્રકારોને આ પ્રસંગે નાણાંમંત્રીએ બિરદાવ્‍યા હતા અને તેમણે તેમના પત્રકારો સાથેના આ બીજી પેઢીનો સંબધ છે એમ, જણાવી વલસાડ પ્રેસ કલબના પ્રમુખ ઉત્‍પલ દેસાઇને પ્રેસ કલબ વલસાડની આગેવાની હેઠળ તેમની કામની શરૂઆત સમાજ અને લોકોપયોગી કામથી થાય છે,

ત્‍યારે આવા સામાજિક કાર્યો કરવા માટે પ્રેસ કલબ ઓફ વલસાડના પ્રમુખશ્રી ઉત્‍પલભાઇ દેસાઇ અને તેમની ટીમને અભિનંદન આપ્‍યા હતા. પત્રકાર જગત સાથે આ બીજી પેઢીના સંબંધોનો ઉલ્લેખ કરી મંત્રીએ વલસાડના પત્રકાર અને ઉત્‍પલભાઇના સ્‍વ. પિતા નાથુભાઇ, બંકીમભાઇ દેસાઇના પિતા રણજીત દેસાઇ, પુણ્‍યપાલના પિતા સ્‍વ. અશોક શાહ અને અનિલ સાથે વર્ષોથી કામ કર્યુ છે. આજે આ કાર્યક્રમમાં ધારાસભ્‍યો, સાંસદ, મંત્રીઓ, વલસાડ શહેરના વિરોધ પક્ષના આગેવાન ગીરીશ દેસાઇ કોંગ્રેસ પક્ષના નેતા ધર્મેશ (ભોલા) પટેલ તેમજ પત્રકારો જે રીતે ભેગા થઇને ભાઇચારો રાખ્‍યો છે, તેવો ભાઇચારો વલસાડ શહેરમાં કાયમ રહે તેવી તેમણે આ અવસરે શુભેચ્‍છા આપી હતી.

Next Story