વલસાડ : ધનવંતરી આરોગ્ય રથ દ્વારા તૈયાર કરાયેલ રંગોળી પ્રથમ ક્રમે, તંત્ર દ્વારા કર્મચારીઓને અભિનંદન પાઠવાયા...
વલસાડ જિલ્લાના ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓ દ્વારા તૈયાર કરાયેલી રંગોળી પ્રથમ ક્રમે આવતા વહીવટી તંત્ર દ્વારા કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લાના ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓ દ્વારા તૈયાર કરાયેલી રંગોળી પ્રથમ ક્રમે આવતા વહીવટી તંત્ર દ્વારા કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગુજરાતના દરેક જિલ્લાઓમાં ૧૦૮ના કર્મચારીઓ દ્વારા દિવાળીના પાવન તહેવાર દરમિયાન દર વર્ષે અલગ-અલગ થીમને ધ્યાને રાખી રંગોળી સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૧ સુધી વલસાડ જિલ્લાના ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓ દ્વારા તૈયાર કરાયેલી રંગોળી પ્રથમ ક્રમે રહી છે, ત્યારે આ વર્ષે વલસાડ જિલ્લાના વલસાડ, કપરાડા, પારડી તેમજ વાપી, ઉમરગામ, ભીલાડ એમ બન્ને ધન્વંતરી આરોગ્ય રથની ટીમોએ અલગ-અલગ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બન્ને રંગોળીઓ સર્વશ્રેષ્ઠ રહેતા રંગોળીઓને પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ સિદ્ધિ મેળવવા બદલ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્ મયોગી કલ્યાણ બોર્ડ, વલસાડના બાંધકામ નિરીક્ષક એચ.પી રાઉત, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર ભાવિકા ભુસારા તેમજ ફિલ્ડઆસિસ્ટન્ટ રીનલ ચૌધરી, ધન્વન્તરી આરોગ્ય રથ ટીમના પ્રોજેક્ટ કો.ઓ. નિમેષ પટેલ, ડૉ.દિપાલી પટેલ, મેહુલ પટેલ, તેજલ પટેલ, આશિષ પારગી, પ્રિયંકા પટેલ, ડૉ. વૃંદાલી પટેલ, હિમાંશું પટેલ, રિયા પટેલ, સુહાન્ગીની પટેલ, જીજ્ઞેશ પટેલ દ્વારા બન્ને રથના તમામ કર્મચારીઓને રંગોળી સ્પર્ધામાં અવલ્લ આવવા બદલ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ ગાંધીનગર મનપાના આંતરમાળખાકીય વિકાસના કામોને અપાઈ...
17 Aug 2022 2:38 PM GMTવડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTજુનાગઢ : 6 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો...
17 Aug 2022 12:31 PM GMTભરૂચ: નેત્રંગની મધુમતી ખાડીમાં બાઇક સવાર યુવાન તણાયો, મોડી રાતે મળી...
17 Aug 2022 12:31 PM GMTભરૂચ : નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતાં ઝઘડીયા નજીક નદી કાંઠાના...
17 Aug 2022 11:32 AM GMT