Connect Gujarat
ગુજરાત

વલસાડ : સંજાણ અને ઉમરગામ ખાતે આદિજાતિ રાજ્‍યમંત્રીની ઉપસ્થિતિમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

વલસાડ : સંજાણ અને ઉમરગામ ખાતે આદિજાતિ રાજ્‍યમંત્રીની ઉપસ્થિતિમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો
X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે આદર્શ બુનિયાદી શાળા તેમજ આદર્શ બુનિયાદી કન્‍યા શાળા-ઉમરગામ ખાતે તાલુકા યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રક્‍તદાન કેમ્‍પની વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે મુલાકાત લઇ રક્‍તદાતાઓને અભિનંદન પાઠવી પ્રોત્‍સાહિત કર્યા હતા.

આ અવસરે રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, રક્તદાન એ કોઇનું જીવન બચાવવાનું પ્રેરક પરિબળ છે, રક્ત કોઈ કારખાનામાં બનતું નથી, એ કોઈ વ્‍યક્‍તિએ કરેલા રક્‍તદાન થકી જ પ્રાપ્‍ત થાય છે, ત્‍યારે નિયમિતપણે રક્‍તદાન કરી કોઈ વ્‍યક્‍તિની જિંદગી બચાવવાના સેવાકાર્યમાં સહયોગી બનવા સૌને અનુરોધ કર્યો હતો. મંત્રીએ રક્‍તદાન કેમ્‍પ યોજી સેવાકીય કાર્યમાં સહભાગી સંસ્થાઓને બિરદાવી હતી.

આ અવસરે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્‍યક્ષ મુકેશ પટેલ, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, મહામંત્રી પ્રકાશ પટેલ, અગ્રણી રામદાસ વરઠા, ઉમરગામ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમ પટેલ સહિત જિલ્લા તાલુકા પંચાયત સભ્‍યો, ગ્રામજનો હાજર રહી કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી રક્‍તદાતાઓનો ઉત્‍સાહ વધાર્યો હતો.

Next Story