વલસાડ : સંજાણ ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું આદિજાતિ રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

વલસાડ જિલ્લાના સંજાણ ગ્રામ પંચાયતના રૂ. ૨૨ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘર લોકાર્પણનો કાર્યક્રમ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત ગામના વિકાસનો પાયો છે. સંજાણ ગ્રામ પંચાયતનું નવું મકાન લોકાર્પણ કરાયું છે, જેની જાળવણી કરવી એ ગ્રામજનોની ફરજ બને છે. ગામના વિકાસ માટે સી.એસ.આર. હેઠળ ઉદ્યોગકારો દ્વારા ફંડ આપવામાં આવે છે અને બાકીની રકમ સરકાર તરફથી મળે છે, જેના થકી ગામનો વિકાસ ઝડપી બન્યો છે.
ઉમરગામ તાલુકામાં પીવાના પાણીની સુવિધા માટે નલસે જળ યોજના અંતર્ગત ટુક સમયમાં દરેક ઘરે નળથી પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ બનશે. ઉમરગામ તાલુકાના વિવિધ વિસ્તારના રસ્તાઓના નવીનીકરણની મંજૂરી આપવામાં આવી છે, જેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરી દેવાશે, તેમ તેમણે જણાવ્યું હતું. આ પંચાયતમાં સરપંચ, તલાટી તથા ઇ-ધરા માટે અલગ-અલગ રૂમો, મીટિંગ રૂમ, શૌચાલય, તલાટી કમ મંત્રીના આવાસ માટે બેડરૂમ, હોલ, કીચન તથા બાથરૂમ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં સાંસદ ડૉ. કે.સી.પટેલ, જિલ્લા બાંધકામ સમિતિના પ્રમુખ મુકેશ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ રમેશ ધાંગડા, સંજાણ ગામના સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય અને ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ સહિતના આગેવાનો તથા ગ્રામજનો અને શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMT