Connect Gujarat
ગુજરાત

વલસાડ : આદિજાતિ વિકાસ મંત્રીના હસ્‍તે વિલ્‍સન હિલ ખાતે નવનિર્મિત સુવિધાઓનું લોકાર્પણ કરાયું

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં સમુદ્ર સપાટીથી અંદાજીત ૨૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર

વલસાડ : આદિજાતિ વિકાસ મંત્રીના હસ્‍તે વિલ્‍સન હિલ ખાતે નવનિર્મિત સુવિધાઓનું લોકાર્પણ કરાયું
X

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં સમુદ્ર સપાટીથી અંદાજીત ૨૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર પંગારબારી ગામે આવેલા નયનરમ્‍ય પ્રવાસન સ્‍થળ વિલ્‍સન હિલ ખાતે સહેલાણીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી નરેશ પટેલના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૩૫ લાખના ખર્ચે ૧.૬ કિમીના પંગારબારી વિલ્‍સન હીલ રોડની રિસરફેસિંગ કામગીરીનું ભૂમિપૂજન મંત્રીના વરદ હસ્‍તે કરાયું હતું.

આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્‍યું હતું કે, આદિજાતિ વિસ્‍તારમાં રહેતા લોકોને ઘર બેઠા રોજગારી મળી રહે તે માટે રાજ્‍ય સરકાર દ્વારા કુદરતી સંપત્તિનો ઉપયોગ થકી વિવિધ વિસ્‍તારોનો પ્રવાસન સ્‍થળ તરીકે વિકાસ કરી સ્‍વરોજગારીનું નિર્માણ કરવાની દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે. આદિવાસીમાં રહેલા હુન્નર અને કલાનો ઉપયોગ કરી રોજગારી મેળવવા તેમણે અનુરોધ કર્યો હતો. જોકે, આ રસ્‍તો તાલુકા મથકને તેમજ પ્રવાસ સ્‍થળ વિલ્‍સનહીલને જોડતો અગત્‍યનો રસ્‍તો છે. આ રસ્‍તો બનવાથી સહેલાણીઓ તબીબી સેવા, સ્‍કુલ-કોલેજ, ખેત પેદાશોની અવર જવર માટે, નોકરી ધંધાર્થીઓને લાભ મળશે.

Next Story