Connect Gujarat
ગુજરાત

વલસાડ : વાઘલધારા ચેકપોસ્ટ પરથી MD ડ્રગ્સ સાથે 3 ઇસમોની ધરપકડ, રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

વલસાડ : વાઘલધારા ચેકપોસ્ટ પરથી MD ડ્રગ્સ સાથે 3 ઇસમોની ધરપકડ, રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
X

વલસાડ જિલ્લાના ડુંગરી પાસે વાઘલધારા ચેકપોસ્ટ પર એમડી ડ્રગ્સ સાથે 3 ઇસમોની વલસાડ જિલ્લા પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રથી ગુજરાતમાં હવે ડ્રગ્સ ઘુસાડવા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેનો ઉપયોગ થઈ રહ્યો છે. જેને લઇને અનેક ચેકપોસ્ટ ઉભી કરી પોલીસ પણ ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરી રહી છે, ત્યારે વલસાડના વાઘલધારા નેશનલ હાઇવે 48 પર ડુંગરી પોલીસના પીએસઆઇ જે.એસ.રાજપુત દ્વારા વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ચેકપોસ્ટ નજીક કાળા કલરની કાર નંબર GJ-06-DQ-8479 ઉપર શંકા જતા તે વાહનની તપાસ કરવામાં આવી હતી. જેમાં સવાર 3 ઈસમો પાસેથી 58.36 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત 5,83,600 રૂપિયા જેટલી થાય છે. વલસાડ પોલીસે કુલ 7,94,000 કિંમતના મુદામાલ સાથે રિઝવાન ડોચકી, મંઝીડ મકરાણી અને શરજહાં બલોચની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ત્રણેય પકડાયેલ ઈસમો પૈકી રિઝવાન ડોચકી જે અગાઉ પણ ચોરીના ગુન્હામાં ઝડપાય ચૂક્યો છે. જોકે, અગાઉ પણ આવી રીતે અન્ય ઈસમો દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવતા પોલીસ હવે વધુ સતર્ક બની છે.

Next Story