Connect Gujarat
ગુજરાત

વલસાડ: વાપી નગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ,ભાજપના નિરીક્ષકોએ ઉમેદવારો અંગે લીધી સેન્સ

વાપી નગર સેવા સદનની આગામી તારીખ 28મી નવેમ્બરે યોજાનાર ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે

વલસાડ: વાપી નગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ,ભાજપના નિરીક્ષકોએ ઉમેદવારો અંગે લીધી સેન્સ
X

વાપી નગર સેવા સદનની આગામી તારીખ 28મી નવેમ્બરે યોજાનાર ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ભાજપે ઉમેદવારો અંગે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી


વાપી નગરપાલિકાની આગામી 28મી તારીખે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપે આજે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.વાપીમાં રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇના જનસંપર્ક કાર્યાલયમાં ભાજપના નિરીક્ષકોએ ટિકિટ વાંચ્છુઓની સાંભળ્યા હતા.પાર્ટી દ્વારા નિમાયેલા નિરીક્ષકોમાં રાજ્યના આદિજાતિ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ ,શીતલસોની અને માધુ કથીરિયા આ ત્રણ નિરીક્ષકોએ ટિકિટના દાવેદારોને સાંભળ્યા હતા.મહત્વપૂર્ણ છે કે અત્યારે વાપી નગરપાલિકામાં ભાજપનું એકચક્રી શાસન છે.ગઈ ચૂંટણીમાં વાપી નગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 ઘટકોમાંથી 41 બેઠકો પર ભાજપના ઉમેદવાર જીત્યા હતા.. આથી આ વખતે પાર્ટી દ્વારા 44 માં થી 44 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે

Next Story