Connect Gujarat
ગુજરાત

વલસાડ : વન્‍ય પ્રાણી સપ્‍તાહના સમાપન પ્રસંગે પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી રહ્યા વિશેષ ઉપસ્થિત..

વલસાડ ઉત્તર વન વિભાગની ધરમપુર રેન્‍જ દ્વારા ભેંસધરા દુધમંડલી ખાતે આયોજિત વન્‍યપ્રાણી સપ્તાહની ઉજવણી

વલસાડ : વન્‍ય પ્રાણી સપ્‍તાહના સમાપન પ્રસંગે પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી રહ્યા વિશેષ ઉપસ્થિત..
X

રાજ્યભર સહિત વલસાડ જિલ્લામાં પણ વન્‍યપ્રાણી સપ્‍તાહ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, ત્યારે રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરીની ઉપસ્થિતિમાં વન્‍ય પ્રાણી સપ્‍તાહનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. વલસાડ ઉત્તર વન વિભાગની ધરમપુર રેન્‍જ દ્વારા ભેંસધરા દુધમંડલી ખાતે આયોજિત વન્‍યપ્રાણી સપ્તાહની ઉજવણીમાં કાર્યક્રમ પાણી પુરવઠા રાજયમંત્રી જીતુ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. આ કાર્યક્રમમાં ધરમપુર ધારાસભ્‍ય અરવિંદ પટેલ, તાલુકા પંચાયત સભ્‍ય અપેક્ષા પટેલ, અગ્રણી નવીન ભોયા, પ્રતાપ પટેલ, વન વિભાગના અધિકારીઓ સહિત મોટી સંમખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Next Story