Connect Gujarat
ગુજરાત

વલસાડ : યુવાનને થયો પરણિતા સાથે પ્રેમ, પ્રેમ નિષ્ફળ જતાં કર્યો આપઘાત પણ પહેલાં બનાવ્યો વિડીયો

28 વર્ષીય યુવાન સચિન નરેશ સુરવેએ પોતાના ઘરે લોખંડની એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાની ઘટના બની હતી

વલસાડ : યુવાનને થયો પરણિતા સાથે પ્રેમ, પ્રેમ નિષ્ફળ જતાં કર્યો આપઘાત પણ પહેલાં બનાવ્યો વિડીયો
X

વલસાડ જિલ્લાના ઉમરગામના એક યુવાને પરણિતા સાથેના પ્રેમ સંબંધમાં ખટાશ આવી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે પણ આપઘાત કરતાં પહેલાં તેણે બનાવેલો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

ઉમરગામના રોહિતવાસ ખાતે રહેતા રોહિત પરિવારનો 28 વર્ષીય યુવાન સચિન નરેશ સુરવેએ પોતાના ઘરે લોખંડની એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ મૃતક યુવાન નજીકમાં રહેતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો જેને લઈને થોડા સમય પહેલાં પરિણીતાના સ્વજનો સાથે વિવાદ થયો હતો. યુવાન સામે પોલીસ કાર્યવાહી થઈ હોય તેમજ પ્રેમિકા એ સાથ છોડીદેતા યુવાને આઘાતમાં શુક્રવારે ફેસબુક ઉપર વિડીયો બનાવી જેમાં એક મહિલા સહિત બે પુરૂષનો નામનો ઉલ્લેખ કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને તેઓ જેલ ભેગા થાય તેવી રજૂઆત કરતો વિડીયો વાયરલ કરી આપઘાત કર્યાનું સામે આવી રહ્યું છે.ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચક્ચાર ફેલાઇ છે.વધુ તપાસ પોલીસ કરી રહી છે. યુવકનો પરિણીત મહિલા સાથેનું પ્રેમપ્રકરણ બહાર આવ્યા બાદ માનસિક તાણમાં રહેતો હતો. સામે પક્ષે તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈ તેણે આ પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

Next Story